જામનગર જિલ્લાના ૧૦ PSI અને ૧ PI ની બદલી...

જાણો કોણ ક્યાં મુકાયું..

જામનગર જિલ્લાના ૧૦ PSI અને ૧ PI ની બદલી...

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લા પોલીસવડા શરદ શિંઘલ દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ૧૧ PSI ની બદલીઓના હુકમ કરવામાં આવ્યા છે,જેમાં જી.પી પરમારને સીટ-બી ડિવિઝનથી સીટી-સી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે,જ્યારે લીવ રિઝર્વમાં રહેલ PSI એચ.બી ગોહિલને ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર સીટી-બી ડિવિઝનનો ચાર્જ સોપાયો છે,મહિલા પો.સ્ટે.ના એસ.વી સામાણીને સેકન્ડ PSI ધ્રોલ તરીકે મુકાયા છે,જ્યારે પંચકોષી-બી ડિવિઝનના એમ.આર વાળાની બદલી સીટી-બી ડિવિઝનમાં કરાઇ છે,તો રીડર ટુ એસ.પી જે.ડી.પરમારને પંચ-બી માં મૂકવામાં આવ્યા છે,જામજોધપુર સેકન્ડ PSI તરીકે ફરજ બજાવતા એ.ડી વાળાને શેઠવડાળા મૂકવામાં આવ્યા છે,જ્યારે શેઠવડાળા પોલીસ મથકમાં ફરજ બજાવતા એલ.આર.ગોહિલને સીટી-સી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે,જ્યારે એમ.એલ આહીરને પડાણા,એસ.પી સોઢાને પંચકોષી-એ ડિવિઝનમા,એલ.જે મિયાત્રા સીટી-બી ડિવિઝન,એસ.એન જાડેજાને રીડર ટુ એસ.પી તરીકે મૂકવામાં આવ્યા છે.