લાલપુર બાયપાસ નજીક ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત કારણ કે...

ફ્લાય ઓવર બ્રીજ રૂા. 65 કરોડના ખર્ચે બનાવવા અંગે સૈધ્ધાંતિક સ્વીકાર

લાલપુર બાયપાસ નજીક ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત કારણ કે...
file image

My samachar.in:-જામનગર

જામનગર શહેરમાં હાલ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાય ઓવર બ્રીજ નિર્માણ પામી રહ્યો છે, ત્યારે જ્યાં દરરોજ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન વાહનચાલકો અને રાહદારીઓ માટે બની છે તે લાલપુર બાયપાસ ચોકડી પર ઓવરબ્રિજ નિર્માણ કરવાની સૈદ્ધાંતિક મંજુરી આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમા આપવામાં આવી છે..

દ્વારકા-રાજકોટ તથા જામનગર-લાલપુર રોડ તેમજ જામનગર શહેરમાંથી જી.આઇ.ડી.સી. ફેસ-2 અને ફેસ-૩ તરફ હેવી ટ્રાફીકના ભારણને કારણે તેમજ જામનગર શહેરના મુખ્ય ઉદ્યોગો માટેના અંદાજે 4000 જેટલા નાના-મોટા કારખાનાઓ તથા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આ વિસ્તારમાં આવેલ હોય અને દરરોજ અંદાજે 1 લાખથી વધુ કામદારો આ વિસ્તારમાંથી અવર-જવર કરતા હોય. વધુમાં, વારંવાર ટ્રાફીક જામ અને અકસ્માતની શકયતાના નિવારણ માટે લાલપુર બાયપાસ જંકશન પર ફોર લેન ઓવર બ્રીજ બનાવવા અંગે રૂા. ૬૫ કરોડના ખર્ચે બનાવવા અંગે સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. આ ફ્લાય ઓવર માટે સ્પેશ્યલ પેકેજમાં ગ્રાંટ માટે સરકારમાં રજુઆત કરવામાં આવેલ છે.