આજે રાત્રે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામશે ડાયરાની મોજ..

વિવિધ કાર્યક્રમોનું છે આયોજન

આજે રાત્રે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જામશે ડાયરાની મોજ..

mysamachar.in-

શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા જલારામ જયંતિ પરંપરાગત રીતે ઉજવવા માટે આયોજન કરવામાં આવ્યું છે,જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો નું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે,સંતશ્રી જલારામ બાપાની જન્મજયંતિ ના ઉજવણીના ઉપલક્ષ્યમા આજે  રાત્રે ૯ કલાકે નામાંકિત લોકસાહિત્ય કલાકાર પારસ પાંધી તેમજ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના લોકડાયરાના કાર્યક્રમનું આયોજન “જલારામ નગર” પ્રદર્શન મેદાન સાત રસ્તા પાસે રાખેલ છે,જેનો લાભ લેવા જામનગરવાસીઓને શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુભાઈ લાલ અને રમેશ દતાણી સહિતના આગેવાનો અને કાર્યકરોની અખબારીયાદીમાં જણાવ્યું છે.