ગાંધીનગરમાં કોંગ્રેસનો આજનો કાર્યક્રમ ફ્લોપ, કાલે સાયકલ રેલી

આમાં લોકસભામાં શું થશે?

ગાંધીનગરમાં કોંગ્રેસનો આજનો કાર્યક્રમ ફ્લોપ, કાલે સાયકલ રેલી

mysamachar.in-ગાંધીનગર:

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ નિષ્ફળ ગયો તેમ આંતરિક જુથવાદ સંકલનના અભાવે કોંગ્રેસના આ કાર્યક્રમમાં ફિયાસ્કો થતાં ભારે ફજેતી થવા પામી છે,

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ખેડૂતોના નામે આક્રોશ રેલી તથા અન્ય મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાસભાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ સદંતર નિષ્ફળ ગયો છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસનાં આગેવાનોની આટકાયત કરવામાં આવી હતી દરમ્યાન કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા,

આજ સવારથીજ કોંગ્રેસના આ કાર્યક્રમ વિલંબથી શરૂ થતાં કાર્યક્રમ સ્થળ પર પાંખી હાજરી(ખાલી ખુરશીઓ) જોવા મળી હતી અને એકંદરે કોંગ્રેસનો ખેડૂતલક્ષી આ કાર્યક્રમ નિષ્ફળ રહ્યો હોવાના ગાંધીનગરથી અહેવાલ મળી રહ્યા છે.

આજનો કાર્યક્રમ તો નિષ્ફળ રહ્યો પણ આવતીકાલે કોંગ્રેસનાં ધારાસભ્યો સહિતના આગેવાનો પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે સાયકલ રેલીના કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે તેમાં સફળ થશે કે કેમ તેતો કાલેજ ખબર પડશે.