આજે છે દિવાળીનો દિવસ, દીપ પ્રાગટ્યનું છે વિશેષ મહત્વ...

તમામ જાણકારી સર્વસામાન્ય માહિતી પર આધારિત

આજે છે દિવાળીનો દિવસ, દીપ પ્રાગટ્યનું છે વિશેષ મહત્વ...

Mysamachar.in-ડેસ્ક:

વર્ષમાં જે તહેવારની સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે તે પ્રકાશનો પર્વ એટલે આજનો દિવસ દિવાળી....આજે દિવાળીનો પાવન અવસર છે આજે મહાલક્ષ્મીની પૂજા થાય છે અને દેશભરમાં આ દિવસની ભારે ધામધૂમથી ઉજવણી થાય છે, જાણકારો કહે છે કે દિવાળીએ અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. અને આ દિવસે દીપ પ્રાગટ્યનું ખાસ મહત્વ છે. તેવી માન્યતા છે રામાયણમાં ભગવાન શ્રીરામ જ્યારે રાવણની અસુરી શક્તિઓનો નાશ કરીને સુખરૂપ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા આવ્યા હતા તો ગ્રામજનોએ તેમના પુષ્કપ વિમાનને ઉતરવા માટે ઘરે ઘર દીવડા કર્યા હતા. અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. ત્યારથી આજ દિવસ સુધી આ પ્રકાશપર્વને મનાવવામાં આવે છે.

વળી આ દિવસે ઘરમાં લક્ષ્મીનો સ્વાગત કરવામાં આવે છે. ત્યારે દિવાળી પર ઘરની બહાર આ બે મહત્વના સ્થાન અને ઘરની અંદર આ ખાસ જગ્યા પર દીવા મૂકવાનું ખાસ મહત્વ છે. કહેવાય છે કે દિવાળીના દિવસે દીવાના પ્રકાશને જોઇને માતા લક્ષ્મી તમારા ઘરે વાસ કરવા માટે આવે છે. માટે જ આજે ઘર આંગણે દીવા પ્રગટાવવાનું અનેરું મહત્વ છે, દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ અચુક દીવો મૂકજો. અને પ્રયાસ કરજો કે આ દીવા મોડી રાત સુધી ચાલુ રહે. આ સાથે જ મંદિરમાં પણ અખંડ દીવો કરવો જોઇએ. તેનાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે. વધુમાં તેમ તેલનો, ઘીનો કે સરસિયાનો દીવો કરી શકો. ઘરના દરવાજે સરસિયાના તેલનો દીવો કરાય છે.

આ ઉપરાંત ઘરમાં ફળિયું કે બાલ્કની હોય ત્યાં તમે બીજો દીવા મૂકી શકો છો. જો તમે મંદિરમાં દીવો પ્રગટાવતા હોવ ઉપરાંત ઘરમાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. તથા પાણિયારે પણ દીવો કરો. વધુમાં ઘરની પાસે કોઇ પીપળાનું વૃક્ષ હોય તો ત્યાં પણ દીવો કરવો જોઇએ. દીવાળીના દિવસે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે ઘરમાં ક્યાંય અંધારું ના હોય. અને ઘર ઝગમગતું રહે તેવી કરવું જોઈએ.