હાર્દિકના ઉપવાસનો આજે 11મો દિવસ,પાટીદાર સંસ્થાઓ કરશે બેઠક

સરકાર ના પેટનું પાણી નથી હલતું

હાર્દિકના ઉપવાસનો આજે 11મો દિવસ,પાટીદાર સંસ્થાઓ કરશે બેઠક

my samachar.in-અમદાવાદ:

અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 11મો દિવસ છે ત્યારે સરકાર તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા આવી નથી અને પાટીદારોની ધાર્મિક સંસ્થા દ્વારા બેઠકોનો દૌર શરૂ કરીને  આ મામલે મધ્યસ્થી બનવાના પ્રયાસો હાથ ધરાયા છે,

મળતી વિગત મુજબ ઉપવાસ આંદોલનને લઈને હાર્દિક પટેલની તબીયત દિવસે ને દિવસે  નાજુક બનતી જાય છે તેવામાં હાર્દિક પટેલનું વસિયતનામું પાસ દ્વારા જાહેર કરાયું છે,અને સરકારમાથી પ્રથમ વખત મંત્રી કુવરજીભાઇ બાવળિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે આજે કેન્દ્રના ભાજપના અગ્રણી યશવંત સિંહા,શત્રુઘ્નસિંહા પણ મુલાકાત કરે તવી શક્યતા દર્શાવવામાં આવી છે,વધુમાં હાર્દિકના ઉપવાસ આંદોલન દિવસે ને દિવસે રાજકીય રંગ પકડતું જતું હોય તેમ ભાજપ-કોંગ્રેસ દ્વારા નિવેદનબાજી કરવામાં આવી રહી છે,

તેવામાં આજે પાટીદાર સમાજની ઉમિયામાતા સંસ્થાનના નેજા હેઠળ આગેવાનોની બેઠક મળશે જેમાં અનામત  અને કેશ પરત ખેચવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે,અને આંદોલનનો હકારાત્મક ઉકેલ આવે તેવા પ્રયાસો સંસ્થાઓના માધ્યમથી કરવામાં આવશે.