ગુજરાતની ૨૬ બેઠકો પર થશે NCPની ઘડીયાળનું ટીક..ટીક..

કોનો વાગશે ડંકો..?

ગુજરાતની ૨૬ બેઠકો પર થશે NCPની ઘડીયાળનું ટીક..ટીક..

Mysamachar.in-અમદાવાદ:

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધનને લઇને ચર્ચા ચાલતી હતી. પરંતુ કોંગ્રેસ અને NCP વચ્ચે સમજૂતી ન થતાં હવે ગુજરાતમાં NCP તમામ લોકસભાની ૨૬ બેઠકો પર અને વિધાનસભાની પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે,

આજે ગુજરાત NCPના આગેવાન જયંત બોસ્કી માધ્યમો દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે એનસીપી ૨૬ લોકસભાની બેઠક પર અને વિધાનસભાની પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને પોતે આણંદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી,આમ ગુજરાતમાં કોંગ્રેસ સાથે NCPનું ગઠબંધન શક્ય ન બનતા હવે લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તેવું લાગી રહ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.