મંત્રી હકુભા જાડેજાના ભાઈ તરીકેની ઓળખ આપી ફાળો ઉઘરાવતા ત્રણ શખ્સોની પૂછપરછ..

ગંભીર છે મામલો

મંત્રી હકુભા જાડેજાના ભાઈ તરીકેની ઓળખ આપી ફાળો ઉઘરાવતા ત્રણ શખ્સોની પૂછપરછ..

Mysamachar.in-જામનગર:

જામનગર ઉતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યમંત્રી હકુભા જાડેજાના ભાઈ સાથે છે,તેવી ઓળખ આપી અને ગૌચારાના નામે પૈસા ઉઘરાવી રહેલી એક ત્રિપુટીની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે,જાણવા મળી રહેલી વિગતો પ્રમાણે જામનગર નજીક  એક ઇલેક્ટ્રિક નો શોરૂમ આવેલ છે,તે શોરૂમ સંચાલક પાસે આ ત્રિપુટી થોડાદિવસો પૂર્વે ગઈ હતી,અને આ ત્રણમાં થી એક શખ્સે પોતાની ઓળખ હકુભા જાડેજાના ભાઈ તરીકે આપી હતી,જેથી શોરૂમ સંચાલકે હકુભાના ભાઈ છે તેવું માનીને ૨૧૦૦૦ જેટલી રકમ ફાળા પેટે આપી હોવાનું પણ જાણવા મળે છે, જે સમગ્ર મામલો સામે આવતા ત્રણેય શખ્સોની હાલ પૂછપરછ ચાલી રહી છે,જે ત્રણ શખ્સોની પૂછપરછ ચાલી રહી છે,તે કલ્યાણપુર વિસ્તારના હોવાનું સામે આવી રહ્યું છે,આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ સતાવાર નોંધાઈ નથી,પણ આ માહિતી આધારભૂત સુત્રોમાંથી  મળી રહી છે.

-મંત્રીની સતર્કતા કામ કરી ગઈ...

જયારે આ બાબત ખુદ મંત્રી સમક્ષ આવી ત્યારે મંત્રીએ પોતે જ અંગત રસ લઈને જે-તે વ્યક્તિને અરજી કરવાનું પણ કહ્યું અને આ રીતે તેના નામનો ખોટો ઉપયોગ થાય તે બાબતે યોગ્ય નથી તેમ જણાવી પગલા લેવા પણ કહ્યું,

-મારા નામે કોઈ સાથે વ્યવહાર કરતાં પૂર્વે મારો અથવા મારી ઓફિસનો સંપર્ક કરવો..

વધુમાં મંત્રી હકુભાએ વાતચીતમાં એમપણ કહ્યું કે મારા નામે આ રીતે કોઈ  પૈસાની કે ફાળાની માંગણી કરે તો મારો અથવા મારી ઓફિસનો સંપર્ક કર્યા સિવાય કોઈ સાથે મારાં નામથી વ્યવહાર કરવો નથી તેમ પણ તેવો એ જણાવ્યું.