જામનગર જિલ્લામાં વીજશોક થી ત્રણ લોકોના થયા મોત 

વધુ વિગત માટે નીચે જુઓં

જામનગર જિલ્લામાં વીજશોક થી ત્રણ લોકોના થયા મોત 

mysamachar.in-જામનગર

જિલ્લામાં અલગ અલગ બે સ્થળોએ વીજશોક લાગતાં કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે,જેમાં જોડીયાના હીરાપર ગામ નજીક બોરવેલ કરવા માટે જઈ રહેલ મજુરોની ટ્રકને ઉપરથી પસાર થયેલ ટ્રકને અડી જતા શોર્ટસર્કિટ થવાથી બે મજુરોના મોત થયા છે,
જયારે બીજા બનાવમાં જામજોધપુરના સોનવાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા સમયે વીજશોક લાગતા એક મહિલાનું મોત થયું છે,
આમ એક જ દિવસમાં જામનગર જિલ્લામાં વીજશોક લાગતા ત્રણ લોકોના મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે,