આગળ પોલીસ ચેકિંગ ચાલુ છે, સોનું પહેરવાની મનાઈ છે આવું કહીને ત્રણ ગઠિયાઓ મહિલાના દાગીના લઇ ગયા 

મહિલાઓ માટે ચેતવણી સમાન ઘટના કેવી રીતે બની 

આગળ પોલીસ ચેકિંગ ચાલુ છે, સોનું પહેરવાની મનાઈ છે આવું કહીને ત્રણ ગઠિયાઓ મહિલાના દાગીના લઇ ગયા 

Mysamachar.in-જામનગર:

સોનાના દાગીના પહેરી અને બજારમાં નીકળતા મહિલાઓ માટે આ કિસ્સો ચેતવણી સમાન છે, અને કોઈ અજાણ્યા શખ્સો રસ્તામાં રોકી અને વાતોમાં ભોળવે તો ભોળવાઈ ના જવું નહિતર જામનગરમાં એક મહિલા સાથે બન્યો તેવો કિસ્સો અન્ય મહિલાઓ સાથે પણ બની શકે છે, વાત કઈક એવી છે કે જામનગર શહેરના આર્યસમાજ રોડ માધવબાગ નજીક વસવાટ કરતા 60 વર્ષીય પુષ્પાબેન કનખરા શાકબકાલુ લેવા જતા હોય ત્યારે પોતે છ તોલાની ચાર સોનાની બંગડી તથા બે તોલાનો એક ચેન પહેરેલ હોય દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સોએ પુષ્પાબેન પાસે આવી અને કહ્યું કે આગળ પોલીસ ચેકીગ ચાલુ છે સોનુ પહેરવાની મનાઇ છે તેવી ખોટી ખોટી વાતોમાં ભોળવી પુષ્પાબેનને વિશ્વાસમા લઇ તેવોએ પહેરેલ ચાર બંગડી તથા એક ચેનનો ફોટો પડવાનુ કહી દાગીના ઉતરાવી ફોટો પાડી પુષ્પાબેનની નજર ચુકવી તેના અસલ સોનાના દાગીના જેમા 1.20 લાખની કિમતની ચાર બંગડી છ તોલાની તથા એક સોનાનો બે તોલાનો ચેન તેમ કુલ 1.60 કિમતના દાગીના લઇ જઇ પુષ્પાબેનને કાગળના પડીકામા ખોટી બે બંગડી પાછી આપી તેમની સાથે છેતરપિડી વિશ્વાસધાત કર્યા અંગેની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.