અંબાજી જઈ રહેલા ત્રણ પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટ લેતા મોત

અન્ય પદયાત્રીઓને પહોચી ઈજાઓ

અંબાજી જઈ રહેલા ત્રણ પદયાત્રીઓને અજાણ્યા વાહને અડફેટ લેતા મોત
file image

Mysamachar.in-બનાસકાંઠા

ગુજરાતમાં અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે અંબાજીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. અંબાજીમાં પગપાળા જતા યાત્રીઓને એક અજાણ્યા વાહને ટક્કર મારીને ફરાર થયો હતો. આ ઘટનામાં 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. હાલ ભાદરવી પૂનમને લઈને અનેક યાત્રીઓ પગપાળા અંબાજી તરફ જઈ રહ્યાં છે. અબાજી નજીક વાહન અડફેટે 3 પદયાત્રીના મોત નિપજ્યા છે. રાણપુર વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે પગપાળા જતા યાત્રીઓને ટક્કર મારી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. વાહને રાતના અંધારામાં 5 લોકોને ટક્કર મારી હતી. જેમાં 3 ના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. તો 2 યાત્રી ઘાયલ થયા છે. મૃતકોમાં 2 કિશોર અને 1 કિશોરીનો સમાવેશ થાય છે. તેમના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કારણ કે, ત્રણેય મૃતકો કિશોરવસ્થાના છે, જેઓ પરિવાર સાથે અંબાજીમાં દર્શન કરવા જઈ રહ્યા હતા દરમિયાન મોડીરાત્રીના આ ઘટના ઘટી હતી.