Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં ગઈકાલે મેઘરાજાનો વધુ એક રાઉન્ડ વરસાદ સ્વરૂપે વરસ્યો, એવામાં આજે સવારે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જીલ્લાના 6 તાલુકાના વિવિધ પીએચસી સેન્ટરો પર નોંધાયેલ આંકડાઓ પર નજર કરવામાં આવે તો.. જામનગર તાલુકાના વસઈમાં 2 ઇંચ, લાખાબાવળમાં સવા ઇંચ, મોટી બાણુંગારમાં પોણા બે ઇંચ, ફલ્લામાં સવા ઇંચ, જામવંથલીમાં 4 ઇંચ, ધુતારપુરમાં 2 ઇંચ, અલીયાબાડામાં સવા ઇંચ, જયારે જોડિયા તાલુકાના હડિયાણામાં સવા ઇંચ, બાલંભા અને પીઠડમાં એક એક ઇંચ તો ધ્રોલ તાલુકાના લતીપુર અને જાલીયા દેવાણી અને લૈયારામાં બે બે ઇંચ વરસાદ નોંધાયો છે, તો આ તરફ કાલાવડ તાલુકાના નિકાવા, ખરેડી, ભલસાન બેરાજા, અને નવાગામમાં એક એક ઇંચ જયારે મોટા પાંચ દેવડામાં પોણા બે ઇંચ, મોટા વડાળામાં સવા ઇંચ, તો જામજોધપુર તાલુકાના સમાણામાં 2 ઇંચ, વાંસ જાલીયામાં 2 ઇંચ, ધુનડામાં 2 ઇંચ, ધ્રાફા અને પરડવામાં ત્રણ ત્રણ ઇંચ, તો લાલપુર તાલુકાના પીપરટોળા અને પડાણામાં એક એક ઇંચ ભણગોરમાં સવા ઇંચ, મોટા ખડબામાં 2 ઇંચ, મોડપર અને ડબાસંગમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.