અને જોતજોતામાં ત્રણ માસુમો ભૂંજાઈ ગયા...

માતાપિતા કામે જતા ત્રણ બાળકો એકલા જ ઝુપડામાં હતા

અને જોતજોતામાં ત્રણ માસુમો ભૂંજાઈ ગયા...

Mysamachar.in-પોરબંદર:

પોરબંદર જિલ્લામાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. પોરબંદરના નાનકડા એવા હનુમાનગઢ ગામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ માસૂમ બાળકો આગમાં ભૂંજાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, હનુમાનગઢ ગામેં એક ઝુંપડામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, આગની ઘટનામાં ઝુંપડામાં રહેતા એક મજૂરના ત્રણ બાળકોના ભૂંજાઈ જવા પામ્યા છે, માતા-પિતા કામ માટે બહાર ગયા હતા. આ સમયે ઘરમાં અચાનક આગ લાગી ઝુંપડુ લાકડાની સળીયોનું બનેલું હોવાથી આગે તુરંત પુરા ઝુંપડાને લપેટામાં લઈ લીધુ, આ ઘટનામાં ઘરમાં રહેલા ત્રણે બાળકો આગમાં ભડથુ થઈ ગયા અને તેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા તુંરત લોકો દોડી આવ્યા હતા, અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાની કોશિસ કરી હતી, પરંતુ આગ ઓલવાય ત્યાં સુધીમાં તો બાળકોના મોત થઈ ગયા. લોકોએ મહામહેનતે બાળકોને બહાર કાઢ્યા અને 108 દ્વારા તુરંત હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ બાળકોએ પહેલાથી જ દમ તોડી દીધો હતો.