યુવતીને ધમકી, તું મારા ઘરે આવી જા.. નહિ આવ તો તને બદનામ કરી નાખીશ, પાડોશી યુવક સામે ફરિયાદ

યુવતીઓ માટે ચેતવા જેવો કિસ્સો

યુવતીને ધમકી, તું મારા ઘરે આવી જા.. નહિ આવ તો તને બદનામ કરી નાખીશ, પાડોશી યુવક સામે ફરિયાદ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

આજના સમયમાં કોઈપણ વ્યક્તિ પર સીધો જ ભરોસો કરી લેતી આજની યુવતીઓ માટે દેવભૂમિ દ્વારકાથી ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે, વાત કાઈક એવી છે કે દ્વારકાના જલારામ સોસાયટી નજીક વસવાટ કરતી દિપાલીબેન અગ્રાવત નામની યુવતીને પડોશમાં રહેતા ધવલ દિનેશભાઈ બદીયાણી નામના શખ્સ સાથે પરિચય થયો હતો, અને એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતા હતા, અને આ રીતે બંનેએ એકબીજા સાથે પરિચય કેળવ્યો હતો,

જે બાદ યુવકે અમરેલીના વડીયા ખાતે મેરેજસર્ટી પણ તૈયાર કરાવેલ ત્યારબાદ તેના પર દીપાલીની સહી લઇ મેરેજ સર્ટી તૈયાર કરી અને અને યુવતીને જણાવેલ કે તું મારા ધરે આવી જા... નહી આવી તો જાનથી મારી નાખવાની ધમકી આપી અને તારા ફોટા સોશીયલ મીડીયાના માધ્યમથી વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હોય આ અંગે કંટાળી ચૂકેલ યુવતીએ દ્વારકા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.