આ વખતે દિવાળી મુહર્ત અટપટા હોવાથી જ્યોતિષીએ કરી સ્પષ્ટતા

દીપાવલી અને નૂતન વર્ષ વચ્ચે એકદિવસનો ગેપ તો ભાઇબીજ બેસતા વરસે જ

આ વખતે દિવાળી મુહર્ત અટપટા હોવાથી જ્યોતિષીએ કરી સ્પષ્ટતા

Mysamachar.in-જામનગર:

આ વખતે દિવાળીના મુહુર્ત અટપટા હોઇ જ્યોતિષી જીગરભાઈ પંડ્યાએ  સ્પષ્ટતા કરી છે, કેમકે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસ ખાલી છે તો વળી ભાઇબીજ નૂતન વર્ષના દિવસે જ છે, સામાન્ય રીતે દિવાળી ના તહેવારની શૃંખલા અગિયારસથી થાય છે માટે

તારીખ 11/11/2020 બુધવાર
રમા એકાદશી છે, જ્યારે વાઘ બારસ તારીખ 12/11/2020 આસો વદ 12 ને ગુરુવારે છે, જેના મુહર્ત બપોરે 12:30 થી 12:36 બપોરે 13:47 થી 15:10 ગોધૂલી મુહર્ત 05:44 થી 06:08 અને રાહુકાળ 13:30 થી 15:00 મુહર્ત યોગ્ય નથી

ધનતેરસ અને કાળીચૌદસ
તારીખ 13/11/2020, આસો વદ 13 ને શુક્રવાર
(જે સૂર્યઉદય 06:53 થી શુરુ કરી સાંજે 17:59 સુધી તેરસ ગણવી )
જેમાં ધન ધોવાનું ચોઘડિયા મુહર્ત
06:53 થી 10:30 - ચલ -લાભ -અમૃત ચોઘડીયા માં છે જ્યારે
10:30 થી 12:00  રાહુકાળ
12:20 થી 12:36 વિજય મુહર્ત
12:24 થી 13:47 શુભ
16:32 થી 17:55 ચલ

જ્યારે સ્થિર લગ્ન
07:10 થી 09:26 વૃષિક લગ્ન
13:18 થી 14:51 કુંભ લગ્ન
(આ દિવસે સાંજે 06:00 વાગ્યા બાદ કાળીચૌદસ ને લાગતું પૂજન કરવું )

( mysamachar.in ના વ્યુઅર્સને જણાવીએ કે હોરા નુ પણ ચોઘડીયાની જેમ મહત્વ હોય છે, જેમ ચોઘડીયા દોઢ કલાકના હોય તેમ હોરા કલાક જેટલા સમયની હોય છે, અને ચોઘડીયાથી તેનો ગાળો ઘણી વખત વિશેષ મહત્વનો માનવામા આવે છે તેવો અમુક અભિપ્રાય છે) તે મુજ તારીખ ૧૩ ના હોરા મુહર્ત જોઇએ તો
06:54 થી 07:48 - શુક્ર હોરા
07:48 થી 08:44 - બુધ હોરા
08:44 થી 09:39 - ચંદ્ર હોરા
10:34 થી 11:29 - ગુરુ હોરા
13:19 થી 14:15 - શુક્ર હોરા
14:15 થી 15:10 - બુધ હોરા
15:08 થી 16:05 - ચંદ્ર હોરા
17:00 થી 17:55 - ગુરુ હોરા છે

-દિવાળી, ચોપડાપૂજન, શારદા પૂજન, લક્ષ્મી પૂજન, શ્રી યંત્ર પૂજન, દર્શ અમાવસ્યા વિશે

તારીખ 14-11-2020, આસો વદ 14 ને શનિવાર દિવાળી
સ્વાતિ નક્ષત્ર : સૂર્યોદય થી 20:09 સુધી (રાત્રે)(આ દિવસે બપોરે 02:17, સુધી ચૌદસ છે ત્યારબાદ અમાસ શુરુ થાય છે ,  આમ શનિવારે પ્રદોષ વ્યાપિની અને નિશિથ વ્યાપિની અમાસ મળતા
આ દિવસે દિવાળી નું લક્ષ્મી પૂજન કરવું શાસ્ત્રોક્ત શુદ્ધ છે

ચોપડા ખરીદવા, ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન માટે નું ચોઘડિયા મુહર્ત
08:17 થી 09:39 - શુભ
09:00 - 10:30 રાહુકાલ
12:24 થી 16:32 ચલ-લાભ-અમૃત
17:55 થી 19:32 લાભ
21:10 થી 22:47 શુભ
22:47 થી  00:25 ચલ

વિજય મુહર્ત 12:12 થી 12:36

લક્ષ્મી પૂજન માટે સ્થિર લગ્ન મુજબ ઉત્તમ મુહર્ત
વૃષિક લગ્ન : 07:06 થી 09:22
કુંભ લગ્ન : 13:14 થી 14:47
વૃષભ લગ્ન : 17:58 થી 19:56
સિંહ લગ્ન : 00:29 થી 26:41 (અર્ધરાત્રિ )
પ્રદોષ કાળ પૂજન - 17:53 થી 20:29 અને હોરા મુહર્ત
07:49 થી 08:44 - ગુરુ હોરા
10:34 થી 11:29 શુક્ર હોરા
11:29 થી 12:24 ચંદ્ર હોરા
14:15 થી 15:10 ગુરુ હોરા
17:00 થી 17:55 શુક્ર હોરા
17:55 થી 19:00 બુધ હોરા
19:00 થી 20:15 ચંદ્ર હોરા
21:10 થી 22:15 - ગુરુ હોરા
00:25 થી 03:40 - શુક્ર, બુધ, ચંદ્ર, હોરા રહેશે

તારીખ 15-11-2020 આસો વદ 30 રવિવારે સવારે 10:36 સુધી અમાવસ્યા, ત્યારબાદ એકમ , ગોવર્ધન પૂજા, અન્નકૂટ , બલીપુજા , મહાલય સમાપ્ત થશે

-બેસતું વર્ષ અને ભાઈ બીજ

તારીખ 16-11-2020 કારતક સુદ 1 ને સોમવારે સવારે 07:06 સુધી એકમ છે ત્યારબાદ બીજ શુરુ થાય છે , માટે આ દિવસે બેસતું વર્ષ અને ભાઈબીજ સાથે મનાવવાની રહેશે તેમજ દુકાન  પેઢી ખોલવાનું ચોઘડિયા મુહર્ત
06:55 થી 07:30 અમૃત
07:30 થી 9:00 રાહુકાળ
09:40 થી 11:02 શુભ
વિજય મુહર્ત  : 12:12 થી 12:36 છે


અને હોરા મુહર્ત

06:55 થી 07:30 - ચંદ્ર હોરા
09:00 થી 09:38 - ગુરુ હોરા
11:30 થી 12:25 - શુક્ર હોરા
12:25 થી 13:20 ચંદ્ર હોરા
13:18 થી 14:13 ચંદ્ર હોરા રહેશે
સ્થિરલગ્ન પ્રમાણે 06:58 થી 09:14 વૃષિક લગ્ન છે
પણ 07:30 થી 09:00 સુધી રાહુકાળ હોવાથી સ્થિરલગ્ન માં પૂજા કરવાવાળા એ 06:58 થી   07:30 પેહલા પૂરું કરવું સલાહભર્યુ છે

-લાભ પાંચમ
તારીખ 19-11-2020 કારતક સુદ 5 ને ગુરુવાર દુકાન /પેઢી
ખોલવાનું ચોઘડિયા મુહર્ત 06:55 થી 08:17 - શુભ
11:01 થી 15:08 - ચલ-લાભ-અમૃત
અભિજીત મુહર્ત 12:02 થી 12:46

જેમાં હોરા મુહર્ત
06:55 થી 07:50 ગુરુ હોરા
11:29 થી 12:24 ચંદ્ર હોરા
કલ નિર્ણય પ્રમાણે નું સર્વ શ્રેષ્ટ મુહર્ત
06:12 થી 06:24 અમૃતકાલ (શ્રેષ્ઠ)
11:12 થી 11:36 અમૃતકાલ (શ્રેષ્ઠ)

માહિતી:જ્યોતિષી જીગર પંડ્યા:ગોલ્ડ મેડાલિસ્ટ