Mysamachar.in-જામનગર
હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલમાં હાલ કોરોનાના દર્દીઓ અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે, ત્યારે જામનગરના 5 જેટલા મિત્રોના એક ગ્રુપે કોઈ પાસેથી કોઈપણ જાતની મદદ લીધા વિના ગ્રુપના પોતાના ખર્ચે જામનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી આવતા કોરોના પોજીટીવ દર્દીઓના સગા સબંધીઓ માટે કોવીડ હોસ્પિટલથી નજીક ઘર જેવું જ અને એકદમ હાઈજેનીક બપોરનું અને રાત્રિનું નિશુલ્ક ભોજન તેમજ દિવસ દરમિયાન ચા પાણી અને છાશની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી છે. ગઈકાલે પ્રથમ દિવસે 250 જેટલા લોકોએ તેનો લાભ લીધો અને આજે પણ 400 જેટલા લોકોએ અહી બપોરના ભોજનનો લાભ લીધો હતો, આજથી રાત્રિના પણ આ વ્યવસ્થા શરુ કરવમાં આવી છે, કોઈપણ જાતની પ્રસિદ્ધિના મોહ વિના આ ગ્રુપ કાર્ય કરી રહ્યું છે. જે ખરેખર બિરદાવવાને પાત્ર અને અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે.
VIDEO જોવા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ my samachar.in ની વિઝીટ કરો.