રાજ્યના આ સાંસદ જાહેરમંચ પરથી ત્રણ વખત બોલ્યા કે ગુજરાતનું શિક્ષણ નબળું છે.

અગાઉ પણ સાચી બાબતો સ્પષ્ટ કહેવા માટે જાણીતા છે આ સાંસદ 

રાજ્યના આ સાંસદ જાહેરમંચ પરથી ત્રણ વખત બોલ્યા કે ગુજરાતનું શિક્ષણ નબળું છે.
file image

Mysamachar.in-ભરૂચ:

ભરૂચના સાંસદ મનસુખ વસાવા હાઈકમાન્ડના ઠપકાની ચિંતા કર્યા વગર પોતાની વાત બેબાક રીતે રજૂ કરવા જાણીતા છે.એવામાં વધુ એક વખત મનસુખ વસાવાએ પોતાના નિવેદનોની ફટકાબાજી કરતા નર્મદામાં આયોજીત એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણને નબળું ગણાવ્યું છે, નર્મદા જિલ્લાના જીતગઢ ખાતે કરજણ સિંચાઈ કેનાલના રિનોવેશન કામના ખાતમુહૂર્ત માટે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજર રહેલા ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક લોકોને શિક્ષણનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે ઉદાહરણ આપતા સાંસદે કહ્યું હતું કે, IAS-IPSની પરીક્ષાઓમાં જૂજ સંખ્યામાં જ ગુજરાતીઓ પાસ થાય છે. આ સ્થિતિ માટે ગુજરાતના શિક્ષણને જવાબદાર ગણાવ્યું હતું. સાંસદે સ્પષ્ટ કહ્યું હતું કે, ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે. સાથે કહ્યું કે, હું પણ સરકારનો એક ભાગ છું પણ જે હકીકત છે તે કહેવી પડે.મનસુખ વસાવાએ રાજ્યના શિક્ષણને નબળું ગણાવી સરકારના દાવાઓને જ સવાલોના ઘેરામાં લાવી દીધા છે.