આ ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો .!

યુવકની સ્થિતિ ભારે કફોડી થઇ..

આ ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો .!

Mysamchar.in-વલસાડ:

નાની એવી ગ્રામ પંચાયતોની ચુંટણી માટે પણ મોટા મોટા દાવ ખેલાતા હોય છે, આજે દિવસભર રસાકસીભર્યો માહોલ વચ્ચે પરિણામો જાહેર થતા રહ્યા પણ ક્યાંક જોવા જેવી પણ થઇ જે ખરેખર વિચારતા કરી દે તેવી છે. આવો જ એક કિસ્સો વલસાડ જીલ્લામાં સામે આવ્યો જ્યાં વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે દાવેદારી નોંધાવનાર ઉમેદવારને માત્ર એક જ મત મળ્યો છે.યુવકને પોતાનો પરિવાર હોવા છતાં યુવાનને એક જ મત મળતા ઉમેદવાર એક તબક્કે ભાવુક થઇ ગયો હતો, આ કિસ્સો વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.5 માં સામે આવ્યો છે. આ બેઠક પર ઉમેદવારી કરનાર સંતોષ હળપતિ નામના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. આ બેઠક પર ઉમેદવારના પત્ની સહિતના પરિવારજનોના મત છે. છતા પણ એક જ મત નીકળતા આશ્ચર્ય સાથે ઉમેદવાર વિસામણમાં મુકાઈ ચુક્યો હતો વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ઉમેદવાર સંતોષ હળપતિને મતપેટીમાંથી માત્ર 1 મત મળતાં તેમની સ્થિતિ જોવા જેવી થઇ હતી અને એક તબક્કે તેનું હૈયું પણ ભરાઈ આવ્યું હતું.