તસ્કરોએ ભારે કરી, રેપીડ કીટ ચોરી ગયા...

મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

તસ્કરોએ ભારે કરી, રેપીડ કીટ ચોરી ગયા...
file image

Mysamachar.in-જૂનાગઢ

રાજ્યમાં ચોરીની ઘટનાઓ તો સામે આવતી હોય છે, પરંતુ સામે આવતી ચોરીઓની ઘટનામાં ક્યારેક અચરજ પમાડે તેવી ચોરીની ઘટનાઓ પણ પ્રકાશમાં આવે છે, આવી જ વધુ એક ઘટના જુનાગઢના વંથલી પોલીસમથકમાં નોંધાઈ છે. જૂનાગઢમાં ધનવંતરી રથમાંથી ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. ધનવંતરી રથમાંથી કોવિડ કીટની ચોરી થઈ છે. રૂ.90 હજારના 60 કીટોની ચોરી થયાની વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢના વથંલીમાંથી તસ્કરો, કોરોના ટેસ્ટ કરવાની ટેસ્ટીગ કિટની ચોરી કરી ગયા છે. રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાની 90 હજારની કિંમતની 60 કિટની તસ્કરોએ ચોરી કરી છે. ધનવંતરી રથમાં મૂકાયેલી રેપિડ એન્ટીજન ટેસ્ટની કિટની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.