Mysamachar.in-જામનગર
જામનગરમા એક તરફ પ્રદર્શન ગ્રાઉન્ડ સહીત ત્રણેક સ્થળો સિવાય ક્યાય ફટાકડા વેચવાના નથી છતા ટાઉનહોલમા ફટાકડા વેચવાનો કારસો ઘડાયો હતો જોકે એ ફેલ ગયો છે, કોર્પોરેશનના માલેતુજાર જેની મિલકતો સ્થાવર જંગમ તેમજ દરદાગીના વગેરેનો કોઇ માપ નથી તેને ખેલ પાડ્યો કદાચ ભાગીદારી પણ હોય કે ગમે તેમ પરંતુ કોઇ ચબરાકને બધી ખબર પડતા પુછપરછ અને ખાખળ ખોળા શરૂ થયા તો કસબીનો સમગ્ર ખેલ ઉધો પડ્યો અને આ ચકચારજનક બાબત બહાર આવી જે રસપ્રદ પણ છે અને ટીકાત્મક પણ છે.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને તેના કર્મચારીઓ તેના કારનામાઓને લઈને જાણીતી છે, એવામાં દિવાળી નજીક છે. ત્યારે જીલ્લા કલેકટર રવિશંકર સહિતના વહીવટીતંત્રએ લોકોના આરોગ્યની ચિંતા કરી અને જુજ જાહેર કરેલા સ્થળોએ જ ફટાકડા વેચાણ કરવાની મંજૂરીઓ આપવાનો તખ્તો હાલ ઘડાઈ રહ્યો છે, એવામાં જામનગર શહેરની વચ્ચે આવેલ ટાઉનહોલના સેલરમાં ફટાકડા વેચાણ કરાવવા માટે એસ્ટેટ વિભાગના બે ત્રણ લગત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઝંડો ઉપાડવામાં આવ્યો અને તેના ભાગરૂપે એક પાર્ટીને તૈયાર કરી અને અઢી લાખ જેટલી માતબર રકમ ભરાવી પણ દીધી, જે બાદ કોઈ જાણકારે સલાહ આપી કે ટાઉનહોલમાં ફટાકડા વેચાણ કરાવશો..?
તો અનેક લોચા થશે ત્યારે યાદ આવ્યું કે હા આપણે અગાઉ પણ ખોટુ કરેલુ માટે આ પણ ખોટું થાય છે.ત્યા સુધીય કસબીઓને વાંધો ન તો પરંતુ સમગ્ર ” ભાગીદારી” ખુલ્લી પડી માટે આખો ખેલ બગડ્યાનુ જાણકારોમાં ચર્ચાય છે અઢીલાખ ભરાઈ ગયા ત્યાં સુધી પૈસા જમા કરાવનાર કર્મચારી કે ટાઉનહોલ ઇન્ચાર્જને પણ ખબર નહોતી કે ક્યાં હેતુથી અઢી લાખ ભરાવવામાં આવ્યા છે આ તો આંતરિક મામલો સળગ્યો અને કાલે ઉઠીને બ્લાસ્ટ થાય અને શહેરની વચ્ચે જ આગ ફાટી નીકળે તો તેવો વિચાર કરીને જેની પાસે થી અઢી લાખ ફી ઉપરાંત કઈક “વહીવટ” કર્યો હશે તે પરત કરવા પૈરવી શરુ થઇ છે,
-એસ્ટેટ વિભાગના નાયબ ઈજનેર ખુદ અજાણ હતા (ડોળ કે સાચુ એ તો તેઓ જ જાણે) અને નીચલા સ્ટાફે કળા કરી લીધી
ટાઉનહોલમાં ફટાકડા વેચાણ બાબતે અમે કોઈને મંજુરી આપી નથી, અને મારા ધ્યાનમાં જેવું આવ્યું કે અહી મંજુરીની પૈરવી થઇ રહી હોવાની બાબત જેવી મારા ધ્યાનમાં આવી કે મેં તરત જ આ પ્રક્રિયા રદ કરાવવાની કાર્યવાહી શરુ કરી છે, અને ટાઉનહોલ ઇન્ચાર્જ રાજભાને ખુલાસો કરવા અને કર્મચારી પ્રકાશસિંહનો ખુલાસો માંગ્યો છે, જો કે આ સમગ્ર બાબત મારા ધ્યાનમાં જ નહોતી અને ટાઉનહોલમાં ફટાકડા વેચાણ કરવાની મંજુરી ના આપી શકાય તેમ પણ દીક્ષિતે ઉમેર્યું હતું.