હજુ છે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

જાણો ક્યારે અને ક્યાં પડી શકે છે વરસાદ

હજુ છે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
file image

Mysamachar.in-અમદાવાદ

ગુજરાતમાં રહી રહીને પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ખાસ કરીને આજે અને આગામી 26 તારીખ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહશે. હવામાન વિભાગના દ્વારા જણાવાયું હતું કે, આજે બુધવારે પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે તથા રાજકોટ,જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ, મહીસાગર ,દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આ સાથે 25 અને 26 સપ્ટેમ્બર સુધી આણંદ,વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદની સંભાવના છે. 23મી તારીખ સુધી વરસાદનું જોર ઘટી જવાની શક્યતા છે. પરંતુ 24-25 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આમ ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહ્યો છે અને હજુ આગામી દિવસોમાં પણ વરસાદનો વરતારો છે. NDRF અને SDRFની ટીમો પણ એલર્ટ મોડ પર આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાના કારણે બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા કમાન્ડન્ટ, NDRF અને DySp, SDRFને સૂચના આ૫વામાં આવી છે.