.....તો ચાલુ થઇ જશે વાઈનશોપ

આ સમાચાર હેલ્થ પરમીટ ધરાવતા લોકો માટે 

.....તો ચાલુ થઇ જશે વાઈનશોપ
symbolic image

Mysamachar.in-ગુજરાત:

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, બધાને ખબર છે, પણ જેને બબાલ કે ઝંઝટમાં નથી પડવું તેવા મોટાભાગે માલેતુજારો લોકો “હેલ્થ પરમીટ” મેળવીને કાયદેસર દારૂ પીવે છે, જેના ચોક્કસ નિયમો અનુસરવા પડતા હોય છે,અને આવા લોકોને તબીબના અભિપ્રાયથી અલગ-અલગ માત્રામાં દારૂનું સેવન કરવાની છૂટને આધારે સેવન કરી રહ્યા હતા,...પણ અચાનક લોકડાઉન આવવાથી હોટેલોમાં આવેલ વાઈનશોપ બંધ થઇ જતા આવા પરમીટ ધરાવતા લોકો કેમ પીતા હશે તેવા સવાલોનો ગણગણાટ સાંભળવા મળે છે, અને જે લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી હોય તેવોને તેમના મેડીકલ ગ્રાઉન્ડ પર જ આપવામાં આવે છે,  હવે સવાલો એવા હાસ્યાસ્પદ રીતે એવા ઉઠી રહ્યા છે કે આટલા દિવસો વીતી ગયા આજે લોકડાઉનને તો પણ આમાંથી કોઈ હેલ્થ પરમીટ ધારકની તબિયત બગડી હોય તેવું ઉડીને આંખે નથી આવ્યું,

એવામાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આપવામાં આવેલ છૂટછાટમાં વાઈનશોપને મંજુરી આપવામાં આવી ના હોય જ્યાંથી પરમીટ પર દારુ મળે છે તે દુકાનો હાલ બંધ છે, જેથી જેને કાયદેસર પીવું છે તેને તકલીફ છે, અને ક્યારે દારૂની દુકાનો ખુલશે તેની રાહ જોવાઈ રહી છે, એવામાં આજે સુત્રોના હવાલેથી જે સમાચારો મળી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં પરમીટવાળી વાઈન શોપમાંથી દારૂનું વેચાણ શરૂ કરવા માટેની પણ કવાયત પ્રોહિબિશન વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં જે તે જીલ્લાના કલેકટર અને કમિશનર પાસેથી આ અંગેની માહિતી અને અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.

ગુજરાતમાં લોકડાઉનના કારણે દારૂની પરમીટધારકો અને પરમીટ ધરાવતી હોટલોએ પણ સરકારમાં રજુઆત કરી પરમીટના દારૂનું વેચાણ શરૂ કરવાની માંગણી કરી હતી. ગુજરાતમાં સરકાર દ્વારા લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. ત્યારે હેલ્થ પરમિટવાળા ગ્રાહકો માટે હોટલોમાં વાઇન શોપ ખોલવામાં આવી છે. પરંતુ લોકડાઉન લાગુ થયું ત્યારથી વાઇનશોપ બંધ હોવાથી હોટલને નુકસાનની સાથે પરમીટ ધારકો પણ શરૂ કરવા માંગ કરી રહ્યાનું સામે આવે છે.

જાણવા મળતી વિગતો મુજબ વાઇન શોપ શરૂ કરવાના મુદ્દે પ્રોહિબીશન અને એકસાઇઝના વિભાગ દ્વારા જિલ્લા કલેકટરો અને કમિશનર પાસેથી માર્ગદર્શન માંગવામાં આવી રહ્યું છે, વાઇન શોપના સંચાલકો દ્વારા પોતાની શોપ શરૂ કરવા માટે સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે. સરકાર ને એવો પણ એક ડર છે કે, છેલ્લા બે માસથી વાઇન શોપ બંધ હોય શરૂ થયા બાદ પણ અફડાતફડી મચી જશે. કે કેમ.? ત્યારે સરકાર હવે કાયદેસરની દુકાનો ખોલવાની છૂટ આપશે કે કેમ તે જોવાનું છે.