...તો જયંતિ સભાયાનું સ્વપ્ન અધૂરું જ રહી જશે.

જાણો શા માટે

...તો જયંતિ સભાયાનું સ્વપ્ન અધૂરું જ રહી જશે.

Mysamachar.in-જામનગર:

કોંગ્રેસ પક્ષના આગેવાનો પક્ષમાં ભલે બધું જ સમુંસુથરું ચાલી રહ્યાનો દાવો કરી રહ્યા હોય, પણ આ તમામ દાવાઓ વચ્ચે જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી માટે જયારે ટીકીટ પક્ષ દ્વારા રહી રહીને જાહેર કરવામાં આવી, ત્યારે જ જામનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જાહેરમા જ પોતાની નારાજગી દર્શાવી દીધી હતી અને વાત ત્યાં સુધી પહોચી ચુકી હતી કે તેવો કઈક નવું કરશે,પણ અંતે પક્ષના આગેવાનોથી માંડ મામલો શાંત તો પડ્યો છે,પણ જયંતિ સભાયાને સફળ ના થવા દેવા માટે કેટલાક આગેવાનો વચ્ચે આંતરિક ગોઠવણો પણ ચાલી રહી છે,

જે રીતે મુળુભાઇ કંડોરીયાને પક્ષમાં સર્વસહમતી થી ઉમેદવાર ઘોષિત થયા છે, તેવું નેતાઓ અવારનવાર કહે છે,ત્યારે સવાલ થાય કે શા માટે જામનગર જીલ્લાના એકેય કોંગી આગેવાન એવું નથી કહેતા કે જયંતિ સભાયા અમારા સર્વસહમત ઉમેદવાર છે,એટલે એનો મતલબ જ એ થાય છે કે જયંતિ સભાયાને લઈને પક્ષમાં વિરોધ નો વંટોળ છે,

જયંતિ સભાયા ભલે મૂળ જામનગરના હોય પણ તેવો વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયા હોય અમુક આગેવાનો અને કાર્યકરો પણ જયંતિ સભાયા ને પ્રથમ વખત જોઈ રહ્યા છે,ત્યારે જામનગર ગ્રામ્યની પ્રજા મા એક તો જયંતિ સભાયા સાવ નવો જ ચેહરો છે,તો બીજી બાજુ તેને લઇ ને પક્ષ ના આગેવાનો અને અમુક કાર્યકરોમા ઉઠી રહેલો આંતરિક અસંતોષ જયંતિ સભાયા ના પેરાશુટ જમ્પ ને કઈ રીતે ઉડવા દેશે તે પણ સૌથી મોટો સવાલ છે,

અત્રે એ વાત પણ ઉલ્લેખનીય છે કે જામનગર ગ્રામ્ય બેઠકની પેટા ચુંટણી માટે જયંતિ સભાયા સહીત અલગ અલગ સમાજના અને પક્ષમાં વર્ષોથી તળિયા ઘસી રહેલા કેટલાય પાયાના આગેવાનો એ પોતાની ઉમેદવારી નિરીક્ષકો સમક્ષ નોંધાવી હતી,પણ તે તમામ ને બાયપાસ કરીને જયંતિ સભાયા નું નામ જામનગર ગ્રામ્યની જનતા તો ઠીક પણ ખુદ કોંગ્રેસના અમુક આગેવાનો અને કાર્યકરો ને પણ ગળે ઉતરતું નથી તે ચર્ચાએ હાલ તો ભારે જોર પકડ્યું છે.