Mysamachar.in-જામનગર
હાલમાં જેમ લોકો જાણે છે તેમ લોકડાઉનને કારણે તમાકુ માવા સહિતના બંધાણીઓની અમુકની હાલત ખરાબ થઇ છે, ત્યારે જામનગરમાં એક એવો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે, જે હાલના સંજોગોને જોડતી કડી સમાન છે, જામનગરના બેડીમાં આવેલ રામમંદિર ચોક નજીક યોગેશભાઈ સોમૈયાની દુકાન આવેલ છે, આ દુકાનમાં કોઇ ચોર ઇસમોએ દુકાનની ઉપરથી ઉતરી દુકાનની બારીની ગ્રીલ તોડી દુકાનમા રાખેલ રાજકમલ બીડી નંગ છત્રીસ હજાર બાંધા નંગ બોતેર કિં.રૂા. ૧૬,૮૭૫/- તથા સંભાજી બીડી નંગ ચોવીસ હજાર બાંધા નંગ અડતાલીશ કિં.રૂા. ૧૨૦૦૦/- તથા બાબુ લાઇમ પાર્સલ મીડીયમ લુઝ દશ કિલ્લોના થેલા ચાર કિં.રૂા.૯૪૦/- મળી કુલ રૂપિયા ૨૯,૮૬૮/- ની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ છે.