ઉછીના આપેલ નાણાની ઉઘરાણી કરવા ગયેલ યુવકને વેતરી નખાયો...

બે શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધાયો..

ઉછીના આપેલ નાણાની ઉઘરાણી કરવા ગયેલ યુવકને વેતરી નખાયો...
તસ્વીરો:અમરીશ ચાંદ્રા

mysamachar.in-જામનગર:

ઉછીના પૈસા આપતા પહેલા ચેતજો કારણ કે ઉછીના આપેલ પૈસાના ઉઘરાણી કરવા જનાર યુવકને મોત ને ભેટવાનો વારો આવ્યો છે,જામનગરના બર્ધનચોક નજીક ગતમોડી રાત્રીના બનેલ હત્યાની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે,પોલીસને મામલાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોચી ને તપાસ હાથ ધરી હતી,

શહેરના બર્ધનચોક વિસ્તારમાં જ રહેતો રફીક મહમદ નામનો ૪૦ વર્ષીય યુવક નાઝીર ઉર્ફે ગંઢા બાપુ પાસેથી અઢાર હજાર રૂપિયા લાંબા સમયથી માંગતો હતો જે રકમની મરણ જનાર રફીક અવારનવાર માંગણી પણ નાઝીર પાસેથી કરતો હોય જે બાબતનો ખાર રાખી નાઝીર ઉર્ફે ગંઢા બાપુ અને અજરૂ મણીયાર આ બને આરોપીએ એ ગતરાત્રીના બર્ધનચોક નજીક સિંધી માર્કેટની ગોલાઈ પાસે રફીકને રોકી છરીઓના ઉપરાછાપરી જીવલેણ ઘા મારી અને બને શખ્સો ફરાર થઇ ગયા હતા,

જે બાદ ઈજાગ્રસ્ત રફીક ને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પણ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ છરીઓના ઉપરાછાપરી માર ને કારણે રફીકનું મોત નીપજતા મૃતકના ભાઈની ફરિયાદને આધારે સીટી એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,

મહત્વનું છે કે સીટી એ ડીવીઝન પોલીસમથક વિસ્તારમાં જ થોડાદિવસો પૂર્વે પણ ડોક્ટરના બંગલામાં ચોકીદારની હત્યા કરી અને લુંટ ને અંજામ આપવાનો ગુન્હો પણ વણઉકેલ છે ત્યાં જ વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.