ટ્રકને કોર્ડન કરી સ્ટેટ મોનીટરીંગ સેલે તપાસ કરતા મળી આવ્યો 

સ્થાનિક પોલીસ પર આવશે તવાઈ.?

ટ્રકને કોર્ડન કરી સ્ટેટ મોનીટરીંગ સેલે તપાસ કરતા મળી આવ્યો 

Mysamachar.in-વડોદરા:

વડોદરા શહેરના કારેલીબાગ જલારામ મંદિર પાસે આવેલ ભાવના રોડવેઝમાં કેમિકલ લિકવીડના બોકસમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઇ શિમ્પી સહિતની ટીમે ભાવના રોડવેઝમાં આવેલી એક ટ્રકને કોર્ડન કરી તપાસ હાથ ધરતાં અફરાતફરી મચી ગઇ હતી. સ્ટેટ મોનિટરીંગ ટીમે ટ્રકમાં આવેલા બોકસ ખોલીને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આખી ટ્રકમાંથી 60 જેટલા બોકસ મળી આવ્યા હતા મોનિટરીંગ સેલે લાખોનો દારૂ કબજે કર્યો હતો.વિદેશી દારૂનો જથ્થો વાપીથી કોણે મોકલાવ્યો હતો અને વડોદરામાં કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના કારેલીબાગ  વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં એક ટ્રકમાં લીકવીડ કેમિકલના નામે દારુ આવ્યો ત્યારે એક રિક્ષા આવી હતી પણ દરોડાની ગંધ આવી જતાં તે તુરંત પાછી ફરી ગઇ હતી. તે રિક્ષા સીસીટીવીમાં કેદ થઇ હતી જેથી પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા અને ચાલકની તપાસ હાથ ધરી છે.જાણવા એવું પણ મળે છે કે બાતમી 20 બોકસ આવશે તેવી મળી હતી પણ તપાસ કરતાં 60 બોકસ મળતાં પોલીસને પણ અચરજ લાગી હતી.