જામનગર શહેરમાં ફરી વધી રહી છે કોરોના કેસોની સંખ્યા

શહેરીવિસ્તારમાં કેસ વધ્યા ગ્રામીણ વિસ્તારમાં ઘટ્યા

જામનગર શહેરમાં ફરી વધી રહી છે કોરોના કેસોની સંખ્યા

Mysamachar.in-જામનગર

રાજ્યના કેટલાક શહેરોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, તેની સામે પ્રમાણમાં જામનગરની સ્થિતિ ચિંતાજનક નથી, પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોના કેસોની સંખ્યા થોડી વધી રહી છે, જે ચિંતાજનક બાબત છે, પરમ દિવસ જામનગર શહેરના 26 જયારે ગઈકાલે 27 કેસો અને આજે 35 કેસ સામે આવ્યા છે, જયારે ગ્રામીણ વિસ્તારમાં પરમદિવસ 14 કેસ જયારે ગઈકાલે 18 કેસ તો આજે 8 કેસ નોંધાયા છે.આમ હવે લોકોએ સ્વયમશિસ્ત કેળવી અને નિયમોનું ચુસ્ત પાલન કરવાની જરૂરિયાત હોય તેમ લાગી રહ્યું છે.