Mysamachar.in-જામનગર:
જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાના હરદીપ ધાધલ, ફીરોજ ખફી તથા શીવભદ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર શહેરમાં ખોડીયાર કોલોની, આદર્શ સોસાયટીમાં રધુકુળ એપાર્ટમેન્ટમાં રહેતા સંજયભાઇ વીરચંદભાઇ પેથડના રહેણાંક ફલેટમાં ચાલતા જુગારના અખાડામાં ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોવાની માહિતી પરથી દરોડો પાડી આરોપીઓના કબ્જામાંથી રોકડ રૂ.1,23,300/- તથા મોટર સાયકલ નંગ-3 કિ.રૂ, 90,000 મળી કુલ રૂ.2,13,300 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા
કોણ કોણ ઝડપાયું
-સંજય વિરચંદભાઇ પેથડ રહે. ખોડીયાર કોલોની, રઘુકુળ એપાર્ટમેન્ટ જામનગર
રામનીરંજન દુર્ગાદત ખાટુવાલા રહે. ખોડીયાર કોલોની રાજનગર જામનગર
-સરોજ અશ્વિનભાઇ પંડયા રહે. કામદાર કોલોની, જામનગર
-અનીલ પરબતભાઇ ગાગીયા રહે. જકાતનાકા પાસે,વિજયનગર, જામનગર
-મહેશ વસંતભાઇ પંડયા રહે. કામદાર કોલોની, જામનગર
-દયાળજી માધાભાઇ ધારવીયા રહે. ખીમરાણાગામ, તા.જી.જામનગર
-અનિરૂધ્ધ ગોરધનભાઇ ચોવટીયા રહે. કેવડીયાવાડી, શેરી નંબર-૧ જામનગર