કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અને બની બેસવા માંગતા કાર્યપાલક મુદે સભા ગાજી

માનીતાને પ્રમોશનને વધુ ચાર્જ, લાયક ગોથા ખાય.......આવુ તો જામ્યુકોમાં જ થાય

કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અને બની બેસવા માંગતા કાર્યપાલક મુદે સભા ગાજી

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટ અને બની બેસવા માંગતા કાર્યપાલક ઇજનેર મુદે ગત સામાન્ય સભા ગાજી હતી કેમકે માનીતાઓને પ્રમોશન મળે સારા-સારા ચાર્જ મળે તેવુ થાય બીજી તરફ ખરેખર લાયક હોય તે ગોથા ખાય ઠેબે ચડે ન્યાય માંગે અને હેરાન થયા જ કરે છે,… આવુ તો જામ્યુકોમાં જ થાય તેમ તારણ નીકળ્યુ છે, મનપાની ગત સામાન્ય સભામાં પુર્વ વિપક્ષી નેતા આનંદ ગોહિલએ ડ્રેનેજ વિભાગના ઇજનેર અમીત કણસાગરા અને ચીફ એકાઉન્ટન્ટ અને આસિસ્ટન્ટ કમિશ્નરનો ચાર્જ દબાવી બેસેલા જીજ્ઞેશ નિર્મલ મુદે જવાબ માંગ્યા હતા. અને સભામાં તડાપીટ બોલાવી હતી,આ તકે આનંદ ગોહિલે વેધક સવાલ કર્યા હતા કે  શુ અમુક જ છે જે લાયક છે.? બીજા નથી.? અને આગ્રહ રાખ્યો હતો કે  કમિશ્નર ગૃહમા જવાબ આપે...

આ મુદાઓ જેમા ભુગર્ભના કાર્યપાલક બનાવવા કણસાગરા માટે જ જાણે બધી પ્રક્રિયા થઇ હતી તેવુ ગોઠવાયુ હતુ આ તો સરકારમાંથી બધુ વાજતે ગાજતે પાછુ આવ્યુ તે મુદો છે ઉપરાંત ચીફ એકાઉન્ટન્ટનો મુદો છે કે તેને બધા મોટાને મહત્વના ચાર્જ અપાય છે. જે ચાર્જ પર નિમણુંક થવા પાત્ર બીજા અધીકારી હોવા છતાય......માટે આનંદ ગોહિલે રજુઆત કરી કે માનીતા હોય જેને ભવિષ્યમા મોટો લાડવો દેવો જ છે તે નક્કી હોય તેવાઓને એક જ જગ્યાએ વરસો સુધી રાખો કાં ચાર્જ આપો પછી એમ ક્યો દસ કે વર્ષ પંદર વર્ષનો અનુભવ જોઇએ તો દેખીતું છે આ માનીતા જ લાયક થાય બીજાને તક આપો તો બીજા લાયક થાય ને.?તેમજ વધુમા સ્પષ્ટતા એ મંગાઇ હતી કે ચીફ એકાઉન્ટન્ટ  નિર્મલ જેની પાસે આસી.કમી ટેક્સ અને વહીવટ બે ચાર્જ છે, (જો કે બે દિવસ પૂર્વે સરકારે આસિસ્ટન્ટ કમિશ્નર વહીવટ તરીકે અધિકારી નિમાયા છે) ત્યારે આ ચાર્જ તેની પાસેથી લેવા માંગો છો કે નહિ સ્પષ્ટ કરો અને તે ગૃહમા જ સ્પષ્ટ કરો તેમજ  જે લાયક છે તેને તક કેમ નહી? તેવા આ મુદે અનેક સવાલ કરાયા હતા અને સામાન્ય સભા ગાજી હતી...

જો કે મનપામાં લાંબા સમય બાદ આસિસ્ટન્ટ કમિશ્નરની સરકારે નિમણુક કરતા હવે તે હાજર થશે એટલે જીગ્નેશ નિર્મલે તેને ચાર્જ આપી દેવો પડશે જ એ વાત તો નક્કી છે, હવે તેની પાસે આસીસ્ટન્ટ કમિશ્નર ટેકસનો ચાર્જ રહેશે તે માટે પણ લાયક અધિકારી મનપામાં છે, તેને બેસાડી અને જીગ્નેશ નિર્મલને તેમાંથી મુક્ત કરવામાં આવશે કે તે જોવાનું છે.અત્રે ઉલ્લેખનીય છે કે મનપાના ટેકનીકલ કર્મચારીઓએ જીગ્નેશ નિર્મલ વિરુદ્ધ બાયો ચઢાવી છે અને મામલો સરકાર સુધી પહોચ્યો છે અને સરકારે પણ આ મામલાને ગંભીરતાથી લઈ છણાવટ શરુ કરી છે તેમ મનપાનાં સુત્રો કહે છે.