હવામાન વિભાગનું અનુમાન, આ તારીખથી રાજ્યમાં ઘટી શકે છે વરસાદનું જોર 

હજુ કેટલા દિવસ રહેશે વરસાદી માહોલ વાંચો 

હવામાન વિભાગનું અનુમાન, આ તારીખથી રાજ્યમાં ઘટી શકે છે વરસાદનું જોર 
file image

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યમાં હાલ કેટલાય જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં હળવોથી સામાન્ય વરસાદ વરસશે. જે બાદ વરસાદનું પ્રમાણ ઘટી શકે છે.વરસાદી ઋતુ અંગેની માહિતી આપતા  હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું છે કે, રાજ્યમાં હળવોથી સામાન્ય વરસાદ પડશે અને એક બે જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. જે બાદ આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસાની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં પણ ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, 27મી જુલાઇ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે.

ગુજરાતમાં અત્યારસુધીમાં 509 મિલિમીટર વરસાદ થયો છે. રાજ્યમાં 62 ટકા વરસાદ થયો છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25 જુલાઈના રોજ 9 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા સામેલ છે. વરસાદ આજે 25 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે.આવતીકાલ 26મી તારીખે કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહિસાગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.