દિવાળીનો તહેવાર ટાણે જ ફૂડ વિભાગને લોકોના આરોગ્યની ચિંતા થઈ..

પાછો ઉપરથી આદેશ થતાં માત્ર ચેકિંગ

દિવાળીનો તહેવાર ટાણે જ ફૂડ વિભાગને લોકોના આરોગ્યની ચિંતા થઈ..

mysamachar.in-જામનગર:

ઉપરથી આદેશ હોવાથી તહેવાર ટાણે જ જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગ શહેરમાં  નીકળી પડીને આજે ફરીથી જામનગર શહેરની  ચાર ફરસાણની દુકાનોમાંથી ગાંઠીયા, જલેબી તેમજ ફરસાણની અન્ય આઇટમોના નમૂના લઈને કામગીરી આટોપી લીધી હતી, 

દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી ઉપરથી આદેશ છૂટતા જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગને શહેરની જનતાના આરોગ્ય અંગે ચિંતા થવા લાગી અને ઉપરથી છૂટેલા આદેશના પગલે આજે ફૂડ વિભાગના ફૂડ ઈન્સ્પેકટર ઓડેદરાના જણાવ્યા મુજબ પેલેસ રોડ ભાગ્ય લક્ષ્મી, વિકાસ ગૃહ રોડ પર ધન લક્ષ્મી, પારસ સ્વીટ એન્ડ ફરસાણ તેમજ વિરલ બાગ પાસે ધાર શક્તિ નામની દુકાનમાંથી ગાંઠીયા, જલેબી તેમજ ફરસાણની આઇટમોના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જણાવ્યુ હતું, 

ઉપરથી આદેશ છૂટતા દિવાળીનો તહેવાર સમયે જ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને ચેકિંગ હાથ ધરવાની કામગીરી કરવાની હોય છે અને શું તહેવાર સમયે શહેરના નાગરિકો મીઠાઇ, જલેબી, ફાફડા, ગાંઠયા વગેરે આરોગે છે તે સિવાયના દિવસોમાં શું લોકો ફરસાણની આઇટમોનો ઉપયોગ કરતાં નથી  તેવી  લોકોમાં ચર્ચા વચ્ચે બાકીના દિવસોમાં કે વર્ષ  દરમિયાન ફૂડ વિભાગ શું ફીફા ખાંડે છે?  

આમ  છેલ્લા ધણા સમયથી ચેકિંગના નામે તાયફા કરવામાં આવતા હોવાની હોવાની ચર્ચા વચ્ચે  જામનગરની જાગૃત પ્રજા પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગની કામગીરી સામે ટીકા કરી રહી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.