My samachar.in:-જામનગર
જામનગર લોહાણા જ્ઞાતિના સામાજીક કાર્યકર નિલેષભાઈ અને પુજાબેન પાબારીની પુત્રી ચિ. સાક્ષી પાબારીને તાજેતરમાં GMERS મેડિકલ કોલેજ સોલા અમદાવાદ ખાતે MBBSની ડિગ્રી એનાયત કરવામાં આવી.ડો.સાક્ષી પાબારીએ પોતાનું પ્રાથમિક તેમજ 12 સાયન્સનું શિક્ષણ જામનગર ખાતે જ ગુજરાતી માધ્યમમાં લઇ સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવેલ તે નાનપણથી જ તબીબીક્ષેત્રે ઉચ્ચ કારકીર્દી તરફ જવાનું નક્કી કરેલ અને તેના ભાગ રૂપે જ તબીબી ક્ષેત્રે આગળ વધવા ગુજરાતની પ્રસિધ્ધ કોલેજ GMERS મેડિકલ કોલેજ સોલા અમદાવાદ ખાતે ઓપન કેટેગરીમાં પોતાની મહેનતના આધારે 2016માં એડમિશન મેળવેલ. સતત મહેનત અને કોરોનાકાળમાં કોરોના વોરિયર્સ તરીકે 18 થી 20 કલાકની સતત ડ્યુટી કરી અને જરૂર પડ્યે જામનગરના કેટલાય દર્દીઓને ફોનથી કન્સલ્ટેશન કરી સમગ્ર જામનગરના લોહાણા જ્ઞાતિનું ગૌરવ વધારેલ…
ડો.સાક્ષી પાબારીએ સામાન્ય પરિવારમાંથી પોતાની સખત મહેનત અને લગનના પરિણામ સ્વરૂપ ફાઇનલ MBBS ની પરીક્ષામાં 67% ગુણ મેળવી અને એક વર્ષની ઈંટર્નશીપ અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં જ પૂર્ણ કરી. તારીખ 8/4/2022 ના રોજ ડો. સાક્ષિને આ સિધ્ધી બદલ અમદાવાદ ખાતે MBBS ની ડિગ્રી એનાયત કરવામાં આવેલ આ પ્રસંગે આંબેડકર યુનિવર્સિટીના VC, સોલા મેડિકલ કોલેજના ડીન, અધિક્ષક સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ.ડો.સાક્ષીએ પોતાની આ સફળયાત્રા માટે પોતાના માં- બાપ અને પરિવાર સહિત પોતાના પ્રોફેસરો અને સહાધ્યાયીનો આભાર વ્યક્ત કરેલ. ખાસ કરીને કોન્વોકેશનમાં પોતાનું નામ ડૉ.સાક્ષી પુજા નિલેષ પાબારી જાહેર કરાવી માતા અને પિતા બંનેને પોતાની આ ડિગ્રી ડેડીકેટ કરતાં લોકો આફરીન થઈ ગયા હતા…
ડો.સાક્ષી તીબે ક્ષેત્રે હજુ આગળ વધી સફળ સર્જન બની સમાજના નાના માં નાના લોકોને પોતાની આ સિદ્ધિ અને અનુભવનો લાભ આપી સેવા કરવાની નેમ ધરાવે છે.ડો.સાક્ષી પાબારીની આ સિધ્ધીએ સમગ્ર જામનગર લોહાણા સમાજનું ગૌરવ વધારેલ છે અને તે હજુ પણ સફળતાના ઉચ્ચ શિખરો મેળવે તેવી શુભકામનાઓ જામનગર લોહાણા સમાજ, શ્રી જલારામ સેવા ટ્રસ્ટ તેમજ પ્રભુદાસ ખીમજી કોટેચા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ છે.