Mysamachar.in-જામનગર:
જામનગર નજીક આવલે વિભાપર ગામના વાડી વિસ્તારમાંથી આજે સવારે એક યુવક અને યુવતીનો મૃતદેહ મળી આવતા બેડી મરીન પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ છે અને તપાસ હાથ ધરી છે, વિભાપર ગામના વાડી વિસ્તારમાં વિનોદ ભરતભાઈ રહે, રાજ પાર્ક અને હેતલ ચાવડા મહુવાનો મૃતદેહ મળી આવતા પીએસઆઈ સી.એમ.કાંટેલિયા એ.એસ.આઈ ફિરોજ દલ સ્થળ પર દોડી ગયા હતા, મૃતદેહ નજીકથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે. બન્ને વચ્ચે શું સબંધ.? અને શા કારણે આત્મહત્યા કરી તે સહિતની બાબતોની પોલીસે તપાસ શરુ કરી છે.