52 વર્ષીય મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું અને તેને ફોન સ્વીચ ઓફ કરવાની ફરજ પડી

જો કે આ મહિલાએ પોલીસમાં ફરિયાદ આપી છે અને પોલીસ

52 વર્ષીય મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું અને તેને ફોન સ્વીચ ઓફ કરવાની ફરજ પડી
symbolic image

Mysamachar.in-નવસારી

આજના સોશ્યલ મીડિયાના યુગમાં સોશ્યલ એપને હેક કરવી તેનો દુરુપયોગ કરવાના કીસ્સ્સાઓ સતત વધવા લાગ્યા છે, આજે એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એક 52 વર્ષીય મહિલાનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ જતા આ મહિલા એટલી પરેશાનીમાં મુકાઈ ગઈ કે તેણીએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરવાની નોબત આવી છે.. આ અંગે મળતી વિગતો પ્રમાણે નવસારીમાં વસવાટ કરતી એક આધેડ મહિલાને પોતાનું ફેસબૂક એકાઉન્ટ છે. જોકે, આ ફેસૂબક એકાઉન્ટ કોઈ અજાણ્યા ઇસમોએ હેક કરી લીધું છે અને તેમા અશ્લીલ ફોટા અપલોડ કરી દીધા હતા. આ પછી મહિલાને અભદ્ર માગણી સાથેના ફોન આવવા લાગ્યા હતા. જેને કારણે મહિલાએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરવાની ફરજ પડી હતી જો કે મહિલાએ આ અંગે તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. આ મામલે સાયબર ક્રાઈમ હેઠળ ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ આવું કરનાર કોણ તેના સુધી પહોચવા જહેમત ઉઠાવી રહી છે.