દેવભૂમિદ્વારકા:શેતાન શિક્ષકની નજર વિદ્યાર્થીની પર પડતા જ મિત્રતા કેળવી અને દુષ્કર્મ ને આપ્યો અંજામ

બળાત્કાર,સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય,પોક્સો,સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો

દેવભૂમિદ્વારકા:શેતાન શિક્ષકની નજર વિદ્યાર્થીની પર પડતા જ મિત્રતા કેળવી અને દુષ્કર્મ ને આપ્યો અંજામ
પ્રતીકાત્મક તસ્વીર

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

આપને ત્યાં શિક્ષક ને ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે પણ આજના જમાનામાં અમુક ગુરુઓ જ લંપટ નીકળે તો ?? આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુરમા સામે આવ્યો છે જેમાં ખાનગી શાળાનાં શિક્ષકે તેની જ વિદ્યાર્થીની લલચાવી ફોસલાવી પહેલા મિત્રતા કેળવી અને બાદમાં વિકૃત માનસિકતા ધરાવતા  શિક્ષકે સગીર વિદ્યાર્થીની પર વારંવાર દુષ્કર્મ આચર્યા ની પોલીસ ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાતા નાના એવા ગામમાં નરાધમ શિક્ષક સામે ફિટકાર વરસી રહ્યો છે,અને આ કિસ્સાએ શિક્ષણ જગતને પણ શર્મશાર કર્યું છે,

મીઠાપુર પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર જો નજર કરીએ તો વર્ષ ૨૦૧૬મા મીઠાપુર મા આવેલ ડીએવી ઈંગ્લીશ સ્કુલમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની પર તેની જ શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા સુલેમાન છુટણી ની નજર આ વિદ્યાર્થીની પર પડી જતા તેને બળાત્કારનો ભોગ બનનાર વિદ્યાર્થીની ને લલચાવી ફોસલાવી અને તેણી સાથે મિત્રતા કેળવી અને તેને ભરોસોમા લેતો ગયો

જે બાદ ઓગસ્ટ ૨૦૧૬ થી ભોગ બનનાર સગીરા ને અવારનવાર પોતાના તેમજ ભોગ બનનાર ના ઘરે  દુષ્કર્મ આચરી તેને હજુ પણ આવા સબંધો રાખવા આરોપી શિક્ષક સતત દબાણ કરતો હતો અને તેનાથી ભોગ  બનનાર ત્રસ્ત થઇ જવા પામી હતી,આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચરતા સમયે ભોગ બનનારની અશ્લીલ તસ્વીરો અને વિડીયો પણ બનાવ્યા હતા જે આરોપી પાસે હોવાની પણ ભોગ બનનારની કેફિયત છે,ઉપરાંત જયારે ભોગ બનનાર સગીરા દ્વારા આરોપી શિક્ષક ને આવી હરકતો થી કંટાળી જઈ ને દુર રહેવાનું જણાવતા આરોપી શિક્ષક સુલેમાન એ ભોગ બનનારને જો વિદ્યાર્થીની તેની સાથે સબંધો ના બાંધે તો તેના અશ્લીલ ફોટાઓ અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેણી તેમજ તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપતા સગીરા ભારે મુંજવણ મા મુકાઈ જતા તેને પોતાની આ વાત પરિવાર ને કરતાં પરિવાર પણ સ્તબ્ધ થઇ જવા પામ્યો હતો 

પોતાના જ શિક્ષક ને હાથે દુષ્કર્મ નો ભોગ બનનાર  પીડિતા પરિવાર સાથે મીઠાપુર પોલીસ મથક ખાતે પહોચી હતા જ્યાં ઇન્ચાર્જ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.જાડેજા ને આખીય આપવીતી નું વર્ણન કરતાં પોલીસે આ મામલાને ગંભીરતા થી લઈને સગીરા ને દુષ્કર્મ નો ભોગ બનાવનાર ડીએવી ઈંગ્લીશ મીડીયમ સ્કુલના શિક્ષક સુલેમાન મુસા છુટણી વિરુદ્ધ બળાત્કાર,સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય,પોક્સો,સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે,

શિક્ષકની હેવાનીયત ના આ કિસ્સા એ મીઠાપુર પંથક ઉપરાંત દેવભૂમિદ્વારકા જીલ્લા મા ભારે શિક્ષક સામે ફિટકાર વરસી રહ્યો છે.