Mysamachar.in-જામનગર:
જામનગર સીટી એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જરના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ ટીમે એક મહિલા અને તેના પતિની ચોરીના ગુન્હામાં ધરપકડ કરી છે, ના માત્ર જામનગર પણ સુરત, વડોદરા, જુનાગઢ, મહારાષ્ટ્ર, સહિતના સ્થળોએ મહીલા આરોપી જ્યા મહીલાઓની ખરીદી માટેની મોટી બજારો ભરાતી હોય તેવી જગ્યાએ એકલી મહીલાઓને ટાર્ગેટ કરી તેમની પાસે રહેલ પાકીટની તેમજ તેઓએ પહેરેલ સોનાના દાગીનાની તેમજ સાથે રહેલ સોનાના દાગીનાની ચોરી કરતા હતા અને અત્યારસુધીમાં આ બન્નેએ 20 ચોરીના ગુન્હાઓને આ રીતે અંજામ આપ્યાનું પણ ખુલવા પામ્યું છે.
આ અંગે પોલીસે જાહેર કરેલ વિગતો મુજબ જામનગર સીટી એ ડીવી પોલીસ મથકમાં તારીખ 18/12/2022ના રોજ ફરીયાદી રક્ષાબા વિજયસિંહ કીરીટસિંહએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, પોતે બર્ધન ચોક સિંધી માર્કેટ નંદલાલ ઓઢરમલ મનસુખાણી નામની સાડીની દુકાન પાસે ખરીદી કરવા ગયેલ હતા અને પોતાની પાસે રહેલ થેલીમાં એક સોનાનુ મંગલ સુત્ર કિ.રૂ-1.97,000 તથા કાનની સોનાની બુટી જોડી 01 જેની કી.રૂ-35000 એમ કુલ કી.રૂ.2.32,000 ના સોનાના દાગીના હતા અને ત્યાંથી થેલીમાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ સોનાના દાગીનાની ચોરી કરી લઇ ગયેલની ફરીયાદ આ ગુન્હા સહિતના ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા માટે સીટી એ ડીવીઝન પોલીસ સતત અલગ અલગ માધ્યમોથી સર્વેલન્સ કરી રહી હતી દરમિયાન..
સી.સી.ટી.વી. માં એક મહીલા ફરીયાદીની પાછળ પાછળ રેકી કરતી શંકાસ્પદ જણાતા અને તે મહીલા એક અર્ટીગા ફોર વ્હીલ ગાડી રજી નંબર GJ- 05-RJ-4298 માં બેસીને જતી જોવામાં આવતા તે ફોર વ્હીલ ગાડીની તપાસ કરતા તેના માલીકનુ નામ સરનામુ હરેશભાઇ તેજાભાઇ મોલીયા રહે. ગોડાદરા નહેર શીવપાર્ક સોસાયટી પ્લોટ નં-૧૬૨ સુરત વાળાનુ આવતુ હોય જેથી ટેકનીકલ અને હ્યુમન રીસોર્સ આધરે સ્ટાફ સુરત ખાતે તપાસમાં જઇ શંકાસ્પદ મહીલા તથા એક ઇસમ મળી આવતા તેઓની પ્રાથમીક પુછપરછમાં પોતે ગુન્હો કરેલની કબુલાત આપતા આરોપીઓ હરેશભાઇ તેજાભાઇ મોલીયા ધંધો. મજુરી રહે, ગોડાદરા નહેર, દેવત રોડ, પરબત પાટીયા, શીવપાર્ક સોસાયટી, પ્લોટ નં-162 સુરત, મુળ રહે. સગાડીયા ગામ તા.કાલાવડ જી.જામનગર તથા ચંદ્રીકાબેન હરેશભાઇ તેજાભાઇ મોલીયા ધંધો, ઘરકામ રહે. ગોડાદરા નહેર, દેવન રોડ, પરબત પાટીયા, શીવપાર્ક સોસાયટી, પ્લોટ નં-૧૬૨ સુરત. મુળ રહે. સગાડીયા ગામ તા.કાલાવડ જી.જામનગર વાળાઓને સુરતથી જામનગર પોલીસ સ્ટેશને લાવી તેઓએ ચોરી કરેલ સોનાના દાગીના કાઢી જેમાં એક કાળા મોતીવાળું તથા નંગ મોતી સાથેનુ સોનાનુ મંગળસુત્ર જેનુ વજન 40 ગ્રામ 400 મીલીગ્રામ કિ.રૂ-1.97,000 ગણી, એક મોતી સાથેની સોનાની બુટી જોડી નંગ-1 જેનુ વજન 7 ગ્રામ 400 મીલીગ્રામ કિ.રૂ-35,000 ગણી કુલ મુદામાલ કિ.રૂ- 2,32,000 ગણી જામનગર નોંધાયેલ ગુન્હાના મુદામાલ તરીકે કબ્જે કરી ચોરીનો ગુનો ડીટેક્ટ કરેલ છે. અને આગળની તપાસ તજવીજ ચાલુ છે.