My samachar.in:-ગુજરાત
રાજ્યમાં ભ્રષ્ટાચારીઓએ તો જાણે માજા મૂકી હોય તેમ એક બાદ એક કચેરીઓમાંથી લાંચિયાઓ ઝડપાઈ રહ્યા છે, તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના બે જુદા જુદા જિલ્લાઓમાં એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપ થઇ છે જેમાં એક ટ્રેપમાં તલાટી મંત્રી તો બીજી ટ્રેપમાં સર્કલ ઓફીસર અને ઓપરેટર 55 હજારની લાંચ લેતા ઝડપાઈ જતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.પ્રથમ ટ્રેપની વાત કરીએ તો વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગ્રામ પંચાયતનાં તલાટી મંત્રી સ્નેહલ જેસીંગભાઇ પટેલે આ કેસના ફરીયાદીનાં મિત્રની વલસાડ જીલ્લાનાં કપરાડા તાલુકાનાં અંભેટી ગામે પોતાની માલિકીની ખેતીની જમીન આવેલ છે
જે ખેતીની જમીન બિન ખેતી (એન.એ.) કરાવવા માટે દાખલો મેળવવા ફરીયાદીનાં મિત્રએ અંભેટી ગ્રામ પંચાયત ખાતે અરજી આપેલ. જે ખેતીની જમીનને બિનખેતી કરાવવા દાખલો આપવા તલાટી મંત્રીએ ફરીયાદી પાસે રૂપિયા રૂ.30,000/-ની લાંચની માંગણી કરેલ. જે પૈકી રૂ.20,000/- જે તે દિવસે ફરીયાદી પાસેથી આરોપીએ સ્વીકારેલ હતા અને બાકીના રૂપીયા 10,000/- આરોપીએ તા. 06.04.2022 ના રોજ આાપી જવા જણાવેલ. ફરીયાદી લાંચની રકમ રૂ. 10,000/- આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકું ગોઠવતા આ કામનાં આરોપી લાંચનાં છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપીયા 10,000/- માંગી સ્વીકારી સ્થળ પર ઝડપાઈ ચુક્યા હતા…
જયારે બીજી ટ્રેપની વિગતો પર નજર કરવામાં આવે તો આ કેસના ફરીયાદીના મિત્રની RTS અપીલ નાયબ કલેકટર કરજણ ખાતે ચાલતી હોય જે અપીલના કામે ફરીયાદીના મિત્રની તરફેણમાં નવેસરથી નોંધ પડાવી દેવા માટેનો ઓર્ડર કરાવી દેવડાવવા માટે, ફરીયાદી પાસે દર્શન ચીનુભાઇ પટેલ, સર્કલ ઓફિસર મામલતદાર કચેરી કરજણ, જી.વડોદરા સર્કલ ઓફિસરનાઓએ પોતાના રૂા.50,000/- તેમજ ભાગ્યશ્રી દિલીપરાવ સિંદે, કોમ્પ્યુટર ઓપરેટર, (કરાર આધારીત) ATVT, પ્રાંત કચેરી, કરજણ, જી.વડોદરા.કોમ્પ્યુટર ઓપરેટરના રૂા.5,000/- મળી કુલ રૂા.55,000/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા, સર્કલ ઓફિસરે રૂા.55,000/- ની લાંચ માંગી, સ્વીકારી, તે પૈકી અને તેમાંથી 5000 રૂપિયા ઓપરેટરને આપતા તેઓએ પણ સ્વીકારેલ, આમ બન્ને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ચુક્યા હતા.