દ્વારકા જિલ્લામા તંત્રો રેઢીયાળ, ગેરરિતીઓ માટે મોકળા મેદાન

અમુક તો ટાઈમપાસ કરવા આવે...

દ્વારકા જિલ્લામા તંત્રો રેઢીયાળ, ગેરરિતીઓ માટે મોકળા મેદાન

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગરમાંથી અલગ થયેલા ચાર તાલુકા આઠ લાખની વસ્તી ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લામા મોટા ભાગના તંત્રો રેઢીયાળ રીતે કામ કરતા હોય ગેરરીતીઓ માટે મોકળુ મેદાન છે, શિક્ષણ, આરોગ્ય, ફુડ એન્ડ ડ્રગ, ખાણખનીજ, કાયદો વ્યવસ્થા, બંદરીય કામકાજ, વીજવિભાગ, આર.ટી.ઓ., પંચાયત, પુરવઠા, રેવન્યુ, પાણી પુરવઠા સહિતના વિભાગો માટાભાગે પ્રજાજનો માટે કામ કરવાના બદલે સ્વકેન્દ્રી વહીવટ ચલાવતા હોવાનુ સમીક્ષકોનુ માનવુ છે, 

કેમકે માત્ર જુજ લોકો માટે હા જી હા કરતુ તંત્ર મોટાભાગના નાગરીકોના હિત વિચારતુ નથી અને ફરિયાદોમા તો ધ્યાન જ આપતુ નથી પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ રોડ રસ્તાના કામો વીજ પુરવઠાની અનિયમીતતા બેંકીગ વ્યવહારો ખેડુતોના પ્રશ્ર્નો શિક્ષણની સુચારૂવ્યવસ્થા ખનીજ ના ખજાનાના રક્ષણ ટ્રાફીક નિયમન બંદરો ઉપર સુવિધા વેપાર ધંધાના વિકાસ આરોગ્ય સેવા આ દરેક બાબતે પ્રજા પરેશાન છે જે પુછવાવાળુ કોઇ નથી.. 

-મોટા ભાગના અધિકારીઓ ટાઇમ પાસ કરવા આવે છે..

નવો ને નાનો તેમજ છેવાડાનો જિલ્લો હોય અમુક અધીકારીઓ તો માત્ર ટાઇમ પાસ કરવા આવે છે જે ચાલે તે ચાલવા દે છે, અને જેમની બદલી જિલ્લામાં જ થઇ શકે તેવા કર્મચારીઓમા થી ઘણાખરા નિષ્ક્રીય છે, અને દરેક અરજીઓ ઉપર પણ ધ્યાન અપાતુ નથી.