લાંચિયાઓનો ક્યાં તૂટો છે, 10 હજારની લાંચ લેતા સર્વેયર ઝડપાયો
લાંચિયાઓ પર ACBની તવાઈ

Mysamachar.in:પાટણ
લાંચિયાઓ ની કાઈ ગુજરાતમાં કમી નથી, એકેય જીલ્લો કે તાલુકો એવો નહિ હોય જ્યાં લાંચીયો પોતાનો ડોળો રાખીને નહિ બેઠા હોય..એવામાં છેલ્લા કેટલાક દિવસોથી એસીબીએ ઝ્બરો સપાટો બોલાવવાનું શરુ કર્યું છે, આજે જામનગર મનપાના પટ્ટાવાળા બાદ પાટણ જીલ્લામાં એસીબીએ ટ્રેપ કરી અને એક સર્વેયરને 10,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પડ્યો છે, ધ્રુવ પરસોતમભાઈ પટેલ નામનો સર્વેયર જમીન દફતર મોજણી કચેરી પાટણ ખાતે ફરજ બજાવે છે તે એસીબીના છટકામાં ઝડપાઈ જવા પામ્યો છે.
આ કેસના ફરીયાદીને પોતાના ગામની સંયુકત માલિકીની જમીન હોઈ જે ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા સારું ભાડેથી જમીન આપવાની હોઇ જે જમીનની હદ અને નિશાન નક્કી કરાવવા સારું જમીન દફતર મોજણી ભવનમાં ઓનલાઈન અરજી કરેલ જે અરજીની તપાસ અર્થે આરોપી સર્વેયર આવેલ જેઓએ સર્વે કરેલ જમીનની શીટ તૈયાર કરવા સારું રૂા.10,000/-ની લાંચની માંગણી કરેલ જે નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એસીબીમાં ફરીયાદ કરતાં આજરોજ એસીબીએ ગોઠવેલ લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી પાસેથી રૂ.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારતા જ એસીબી પ્રગટ થઇ અને તેને ઝડપી પાડ્યો છે.