કાલાવડ:હિરપરા કન્યા છાત્રાલયમા સુરતની વિદ્યાર્થીનીનો ગળાફાંસો..

પોલીસે શરૂ કરી તપાસ

કાલાવડ:હિરપરા કન્યા છાત્રાલયમા સુરતની વિદ્યાર્થીનીનો ગળાફાંસો..
Symbolic Image

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના કાલાવડ ખાતે આવેલ હિરપરા કન્યા વિદ્યાલયમા રહી અભ્યાસ કરતી મૂળ સુરતની વતની ગોપી રાજેશભાઈ તાળા નામની ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીએ ગતસાંજે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી,વિદ્યાર્થીનીના આપઘાતના આ કેસમાં પ્રાથમિક કારણ તેની તબિયત ખરાબ રહેતી હોય અને હોસ્ટેલમાં ગમતું ના હોય જેથી આ પગલું ભર્યાનું સામે આવે છે.છતાં પણ પોલીસે પ્રાથમિક કારણ નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.