સુરત:નિર્માણાધીન બાંધકામ સાઈટ પર દુર્ઘટના, 4 ના દટાઈ જતા મોત

કુલ 8 શ્રમિકો દબાઈ ગયા હતા

સુરત:નિર્માણાધીન બાંધકામ સાઈટ પર દુર્ઘટના, 4 ના દટાઈ જતા મોત

Mysamachar.in-સુરત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું. ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે જ્યારે ચાર શ્રમિકનાં મોત થયાં છે.

દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનામાં 4 મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ એક જ જીવિત મજૂર બહાર નીકળી શક્યો છે. તો સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સૌથી પહેલા એક શ્રમિકને બહાર કાઢવામાં આવ્યો હતો, જે મૃત મળી આવ્યો હતો. પહેલા માટી ધસી પડી હતી અને બાદમાં એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હતા.આમ ગોજારી દુર્ઘટનાથી મજુરોના પરિવારો પર આભ તૂટી પડ્યાની સ્થિતિનું નિર્માણ થયું છે.