Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાનુ પુરવઠાતંત્રના અમુક સ્ટાફ માટે એવુ કહેવાય છે કે લોકોને પુરતો પુરવઠો મળે કે ન મળે પોતાને પુરતો “પુરવઠો” સમયસર મળતો રહેવો જોઇએ અને તે માટે ટાર્ગેટ હોય છે એટલુ તો મળવુ જ જોઈએ તે રીતે ચબરાકીથી કામ કરતા હોય છે જે માટે ખીસ્સા ભરવા તેમ નહી ઘર ભરવા જુદી-જુદી કેટેગરીમાથી રેશનવોર્ડ દુકાનો આવી કમાણી માટે હોટ ફેવરીટ ગણાય છે. ત્યારે આ નિયમિત ચાલતા ભ્રષ્ટાચારથી એસીબી અજાણ હશે? તેવો સવાલ પણ થાય છે. કેમકે સ્ટાફની સામેલગીરીની છડેચોક ચર્ચા એવી થાય છે, અને આ તમામ વચ્ચે જીલ્લા પુરવઠા અધિકારી મૌન છે, કે તેમનું મૌન કઈક સૂચવે છે… જાણવા એવું પણ મળે છે કે દરેકનુ હોદા મુજબ બાંધણુ છે માટે ઉચ્ચ કક્ષાએથી તપાસની જરૂર છે,
આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ગત દિવાળી તહેવારમા દરેક વોર્ડધારક પાસેથી ચોક્કસ કર્મચારીઓએ ચોક્કસ રકમ ઓળવી હતી જેનો ટોટલ બહુ મોટો થાય છે આ રીતે તહેવારોના વિશેષ લાભ સાથે દર મહિનાનુ બાંધેલુ અલગ હોય છે, અને મૌજે મૌજ કરતા આ ભ્રષ્ટાચાર ચાલે છે જેમા તેરી બી ચુપ ને મેરી બી ચુપનો ઘાટ ઘડાયો છે, આ અંગે એસીબી અજાણ હોવા બાબતે જાણકારોએ ઘટસ્ફોટ કર્યો છે કે અમુક વિસ્તાર વાઇઝ અમુક વોર્ડ વારા બધા પાસેથી ઉઘરાણા કરી પુરવઠા કચેરીના ચોક્કસ બે ચબરાકોને પહોંચાડે છે જે માટે પોકેટવાર જવાબદારી સોંપાય છે, જે દુકાનદાર અને કચેરીના ચબરાકો જેઓ ગજવામા બીલાડી દુધ પીએ તેમ તે નાણા નાખી દે છે પરંતુ તે બાબત હવે ઘણી વિગત બહાર આવી ગઇ છે માટે કોઇ જાણતુ નથી એવુ નથી.
હપ્તા વાર તહેવાર ઉપરાંત અમુકના તો મોંઘા શોખ પણ છે જે માટે અલગથી ધુંબા મારવા પડે માટે વોર્ડની દુકાન વાળાને તો સરખાઇ થઇ ગઇ તેને તપ ગેરરિતીની છુટ મળી ગઇ ને? તે ને પછી કોણ પુછે?? વળી ક્યારેક મુડ ચડે (આમ તો કોઇ દુકાનદાર સમયસર મળી ન ગયો હોય તોજ) તો ઉપરછલ્લી તપાસ કરે છે તેમજ અમુક જગ્યાએ મેચ ફીક્સિગ હોય છે જેમા અમુક ગ્રાહકોને સાયબો પુછે તું શુ કહેવુ તે પઢાવેલુ હોય છે અને ગ્રાહક બિચારા દબાણમા આવી દુકાનદાર કહે એમ કરે છે એટલે એ વિગતો લઇ તપાસણી પુરી કરાય છે જોકે આવુ પણ કોક જ વાર થાય છે બાકી અનેક વોર્ડમા ઘણા સમયથી કોઇ તપાસ માટે ગયુ ન હોવાનુ સુત્રો કહે છે હા બીજા કામસર જતા હોય તો વાત અલગ છે તેવા કટાક્ષ પણ જાણકારો કરે છે.
આ ભ્રષ્ટાચારે માજા મુકી હોય હવે આ બાબતે ગમે ત્યારે બ્લાસ્ટ થવાની શક્યતા અમુકે વ્યક્ત કરી છે જેનાથી ખુબ ગંભીર પરિણામો કરપ્ટોએ ભોગવવા પડશે તેમ ચર્ચાય છે કેમ કે ક્યાથી શુ મળે છે તેની ઠોસ વિગતો આવી ગઇ છે, જેમા ક્યા કર્મચારી અધીકારીને કેટલા ભોગ ધરાય છે વર્ષમા શુ-શુ ડીમાન્ડ કરે છે રોકડ વસ્તુ કે અન્ય રીતે અવેજ લેવાય છે વગેરે બાબતોની સ્ફોટક અને બધા ચોંકી જાય તેવી બાબતો જાણવા મળી છે જેમા તાજેતરમા દિવાળીના જંગી કલેક્શનની વિગતો પણ સામેલ છે જે કામ ચોક્કસ એજન્ટો દ્વારા થાય છે જેને પણ લીલા લહેર છે.