અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો, મોબાઈલને નાળીયેર સાથે બાંધી ચાર રસ્તે મુકવામાં આવ્યા 

આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કેટલો યોગ્ય.?

અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો, મોબાઈલને નાળીયેર સાથે બાંધી ચાર રસ્તે મુકવામાં આવ્યા 

Mysamachar.in-ભાવનગર:

આજના આધુનિક યુગમાં કેટલાક લોકો હજુ આંધળી અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે, એવામાં અંધશ્રદ્ધાની હદ વટાવતો કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો....જે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, અને લોકો કહી રહ્યા છે કે અંધશ્રદ્ધાની હદ હોય કે નહિ..? ભાવનગર શહેર વાલ્કેટ વિસ્તારમાં લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા જયારે આ બાબત રસ્તેથી પસાર થતા લોકોને ધ્યાને આવી ત્યારે લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

ભાવનગર શહેરના કરચલિયા વિસ્તારમાં મોડીરાત્રીના સુમારે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેર પર તાંત્રિક વિધિ કરીને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું,ચાર ચોકમાં લોકો તાંત્રિક વિધિઓ કરી સાડીઓ, લીંબુઓ અથવા તો કોઈ ચીજવસ્તુઓ મુકતા જોવા મળે છે પણ આ વળી કઈક નવીન જોવા મળ્યું હતું, મોબાઈલ ફોન ચોકમાં ઉતારીને મુક્યો હતો