જામનગર: આઈ.ટી.આઈ.માં કોમ્પ્યુટરના કોર્ષની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સામૂહિક રીતે નાપાસ..

આખો બેંચ એકસાથે કેમ નપાસ હોય શકે!?

જામનગર: આઈ.ટી.આઈ.માં કોમ્પ્યુટરના કોર્ષની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સામૂહિક રીતે નાપાસ..
file image

Mysamachar.in-જામનગર

જામનગરનાં શિક્ષણ જગતમાં એક ચોંકવનારો કિસ્સો બહાર આવ્યો છે. અને લાંબા સમયથી આ પ્રશ્ન હોવા છતાં વિદ્યાર્થી સંગઠનો પર મૂંગા બેઠા છે, મુદ્દો એવો છે કે આઈ.ટી. આઈ.માં ચાલતાં કોમ્પ્યુટરના અભ્યાસક્રમની પરીક્ષા આપનારા 30 જેટલાં વિધાર્થીઓ સમૂહમાં નપાસ થયાનું સામે આવ્યું છે. વિધાર્થીઓ, વાલીઓ અને સૌમાં આનું આશ્ચર્ય ફેલાયું છે કે, આખો બેંચ એકસાથે કેમ નપાસ હોય શકે!? જામનગરની આઈ.ટી.આઈ.માં કેન્દ્ર સરકાર દ્વારા કોમ્પ્યુટરનો એક અભ્યાસક્રમ ચાલે છે. જે બેંચમાં 30 જેટલાં વિધાર્થીઓને અભ્યાસક્રમના અંતે કેન્દ્ર સરકાર દ્વારા તેમની પરીક્ષા લેવામાં આવેલ હતી. જે પરીક્ષામાં નિયમ અનુસારના વિધાર્થીઓ આ પરીક્ષા આપી હતી.

આ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં પરીક્ષા આપનાર દરેક વિધાર્થીઓ નાપાસ જાહેર થતાં વિધાર્થીઓ વિમાસણમાં મુકાયા હતા. કેમ કે આખા બેંચમાંથી પરીક્ષા આપનાર વિધાર્થીઓમાંથી એક પણ વિધાર્થી પાસ ન થાય તેવું તો ન બની શકે! આ વાત કોઈના ગળે ઉતરતી નથી એટલું જ નહીં, આ કોમ્પ્યુટર કલાસના બધા વિધાર્થીઓ નાપાસ થતાં ખુદ આઈ.ટી.આઈ.ના કોમ્પ્યુટરનો અભ્યાસ કરાવતાં શિક્ષકો પણ વિચારતા થઈ ગયા છે કે, આવું કેમ બન્યું! તે તપાસની બાબત છે. પરીક્ષામાં નાપાસના પરિણામ અંગે ત્રણ-ત્રણ મહિનાથી વિધાર્થીઓ આઈ. ટી.આઈ. દ્વારા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

વિધાર્થીઓ દ્વારા પરિણામ અંગે સાચી વિગતો જાણવા માટે માહિતી અધિકારી એક્ટ (RTI) હેઠળ માહિતી માંગતા તેમાં આઈ.ટી.આઈ.ના તંત્રની દૂરી છે એવો કંઈક જવાબ મળ્યો છે. સંસ્થા દ્વારા આ અંગે કેન્દ્ર સરકારમાં પત્ર વ્યવહાર પણ કરવામાં આવી રહ્યો છે, જો કે વિધાર્થીઓને સામૂહિક નાપાસનું જે પરિણામ આવ્યું છે તેમાં વિધાર્થીઓએ ફરી પરીક્ષા આપવાની તૈયારી પણ બતાવી છે. પરંતુ કેન્દ્ર સરકાર નાપાસ થયેલાં આ વિધાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા માટે પણ તૈયાર નથી. જ્યાં સુધી પરીક્ષાના પરિણામનો પ્રશ્ન અંગે કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

વિધાર્થીઓ માટે અને વાલીઓ માટે 'અબ ક્યા, કૈસે ઔર કબ કરે?' એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એક સામુહિક કોમ્પ્યુટરની પરીક્ષાના પરિણામ અંગે ઝડપથી નિર્ણય કરે તે વિધાર્થીઓના હિતમાં છે, કારણ કે લોકડાઉન પહેલાંની પરિણામની આ ઘટના છે. વિદ્યાર્થીઓ નિર્દોષ હોવા છતાં ભોગ બન્યા છે. વિદ્યાર્થીઓનું ભાવિ ખતરામાં પડ્યું છે.