ચોરી થયેલા બાઇકનો પોલીસની કાર સાથે થયો અકસ્માત, યુવકનું મોત

બસની ઓવર ટેક કરવા જતાં સર્જાયો અકસ્માત

ચોરી થયેલા બાઇકનો પોલીસની કાર સાથે થયો અકસ્માત, યુવકનું મોત

Mysamachar.in-મહેસાણાઃ

મહેસાણાના વિજાપુરમાં પોલીસની કાર સાથે અકસ્માત થતા એક બાઇક સવાર યુવકનું મોત નીપજ્યું છે. જો કે આ અંગે તપાસમાં બહાર આવ્યું કે અકસ્માત થયેલું બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ હતી. બનાવની વિગત પ્રમાણે બપોરના બે વાગ્યાના આસપાસ વિસનગર તરફથી આવતી પોલીસની કાર જીજે18 જીએ 0219 P2 સાથે બાઈક નંબર જીજે 2 સીજે 5489નો અકસ્માત થયો હતો, આ બાઇક ચલાવનાર યુવકનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ નીપજ્યું છે, બાદમાં યુવકના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડમાં જાણવા મળ્યું કે આ યુવકનું નામ રમેશજી ઠાકોર (રહે. પાટણના યશવંતપુરા) છે. બાઇક ચાલક રમેશજી ઠાકોર બસની ઓવર ટેક કરવા જતાં અથડાઇ જતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. મૃતક પાસેથી મળી આવેલુ બાઈક જીજે2 સીજે 5489 ના માલિક તરફથી પણ બાઇક ચોરીનો ગુનો પોલીસ મથકે નોંધાયો છે. ત્યારે શું મૃતક વ્યક્તિ ચોરી કરેલું બાઇક લઇને નીકળો હતો કે કેમ તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.