જામનગરમાં વકીલની ઓફીસ તો જામવંથલીમાં સોનીની દુકાન બની તસ્કરોનું નિશાન 

જામનગરમાં વકીલની ઓફીસ તો જામવંથલીમાં સોનીની દુકાન બની તસ્કરોનું નિશાન 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં થયેલ લાખોની લુંટનો ભેદ પોલીસે હમણાં જ ઉકેલ્યો ત્યાં જ ફરી એક વખત બે સ્થળો તસ્કરોના નિશાન બન્યા છે, જેમાં કેટલીય મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે તેવા લાલબંગલા સર્કલ નજીક રણજીતટાવર આવેલ છે, જ્યાં વકીલાત કરતા હેમાંશુ સોલંકી ની ઓફિસમાં થી બે લેપટોપ અને ખાનામાં રાખેલ રોકડ ૧૯૦૦૦ મળી કુલ ૪૯૦૦૦ ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે, તો ચોરીના બીજા કિસ્સામાં જામવંથલી ગામે સોનાની દુકાન ધરાવતા સુરેશ પાલની દુકાનમાંથી સોના ચાંદીના નાના મોટા દાગીનાઓ મળી ને ૧૨૫૦૦ની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.