પ્રવાસી શિક્ષકોની મુદત વધારવા રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર

કારણ કે...

પ્રવાસી શિક્ષકોની મુદત વધારવા રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર
symboic image

My samachar.in:જામનગર

રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્કાંત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારવા માંગ કરવામાં આવી છે, પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ગુજરાત રાજયની જુદી જુદી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને ઘટને ધ્યાનમાં લઈને રાજય સરકાર દ્વારા માર્ચ–૨૦૨૨ (૧ મહિના માટે) પ્રવાસી શિક્ષકોની તાસ દીઠ માનદવેતનથી નિમણુંક કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણય મુજબ રાજયમાં દરેક જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં પ્રવાસી શિક્ષકો દ્વારા લર્નીંગ લોસ ઘટાડવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે.

ચાલુ શૈક્ષણિક સત્ર 9 મે સુધી ચાલનાર હોય તેમજ એપ્રિલ મહિનામાં બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય તેમજ વાર્ષિક મૂલ્યાંકન કરવાનું હોય આ સંજોગોમાં શાળાઓમાં શિક્ષકોની નવી ભરતી થઈ ન હોય જે ધ્યાને લઈને એપ્રિલ–2022 (1 મહિના માટે) પ્રવાસી શિક્ષકોની મુદત વધારવા યોગ્ય નિર્ણય થાય ઉપરાંત શહેરી વિસ્તારમાં ખાનગી શાળાઓમાંથી ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે તેમજ ખાનગી શાળાઓની સરખામણીમાં આપણી શાળાઓમાં ઉચ્ચ ગુણવત્તાયુકત શિક્ષણ કાર્ય ચાલી રહયુ છે. આ ઉપરાંત SSC - HSC બોર્ડની પરિક્ષામાં પણ પ્રાથમિક શિક્ષકોને સરકારના પ્રતિનિધિ તરીકે મોટા પ્રમાણમાં નિયુકિત આપવામાં આવતી હોય લર્નીંગ લોસ ઘટાડવા પ્રવાસી શિક્ષકોની મુદત વધારી આપવાનો  નિર્ણય જાહેર કરવા આં રજૂઆત કરવામાં આવી છે.