જામનગર:આજથી શરુ થઇ એસ.ટી.બસો

એક બસમાં માત્ર ૩૦ મુસાફરો

જામનગર:આજથી શરુ થઇ એસ.ટી.બસો

Mysamachar.in-જામનગર

જીલ્લામાં આજથી એસ.ટી.બસ સેવા શરુ થઇ છે, આજથી શરુ થયેલ સેવામાં માત્ર જામનગર જીલ્લાના તાલુકા ડેપો ટુ ડેપો બસ કાર્યરત રહેશે, એટલે કે વચ્ચે કોઈ સ્ટોપ પર બસો ઉભી રહેશે નહિ, આજે બસો શરુ થઇ છે ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, થર્મલગન દ્વારા સ્કેનીંગ વગેરના નિયમોનું પાલન એસટી ડેપો ખાતે જોવા મળ્યું હતું.સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી જ બસો કાર્યરત રહેશે.અને એક બસમાં માત્ર ૩૦ મુસાફરો જ મુસાફરી કરી શકશે, આમ તમામ નિયમોની અમલવારી સાથે માર્યાદિત રૂટ પુરતી બસ સેવા શરુ થઇ છે.