એસટી બસે મારી પલ્ટી અને મુસાફરોના ઉડી ગયા હોશ

૨૫ મુસાફરો ઘાયલ

એસટી બસે મારી પલ્ટી અને મુસાફરોના ઉડી ગયા હોશ

Mysamachar.in-ભાવનગર:

ગુજરાત એસટી નિગમ દ્વારા સલામત સવારી એસટી અમારી સૂત્ર સામે સલામત સવારી જવાબદારી તમારીના અહેસાસ વચ્ચે જનતા આવું અનુભવી રહી છે, ત્યારે વધુ એક વખત એસટી બસે પલ્ટી મારી જતા મુસાફરોની ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હોવાનો અકસ્માતનો બનાવ ભાવનગર જિલ્લાના મહુવા નજીક સામે આવ્યો છે,

આ અકસ્માતના બનાવની વિગત જાણે એમ છે કે, ભાવનગર જિલ્લાના મહુવા નજીક રોહિસા ચોકડી પાસે જાફરાબાદ અમદાવાદ રૂટની એસટી બસ અચાનક જ પલ્ટી મારી જતા, બસમાં બેઠેલ મુસાફરોના હોશ ઊડી ગયા હતા અને ૨૫ જેટલા મુસાફરોને ઇજા થતા તાકીદે મહુવા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.