Mysamachar.in-જામનગર:
આજે રાજ્યના IPS અધિકારીઓની બદલીઓ અને બઢતીઓ સરકાર દ્વારા કરવામાં આવી છે, આ બદલીના ઓર્ડરમાં જામનગર એસ.પી.ની ખાલી રહેલ જગ્યા પર અમદાવાદ DCP ઝોન 7 તરીકે ફરજ બજાવતા યુવા IPS અધિકારી પ્રેમસુખ ડેલુ ને મુકવામાં આવ્યા છે, એક હિન્દી ન્યૂઝ વેબસાઈટના આધાર પરથી જાણવા મળે છે કે રાજસ્થાન જીલ્લાના બિકાનેરના રહેવાસી પ્રેમસુખ ડેલુનો જન્મ 3 એપ્રિલ 1988 માં થયો હતો, આજે શિક્ષિત બેરોજગારો એક સરકારી નોકરી મેળવવા માટે તલપાપડ હોય છે તેવામાં જિંદગીના શરુ શરુના પડાવમાં પ્રેમસુખ ડેલુએ 12 નોકરીઓ સફળતાપુર્વક મેળવી હતી,
ડેલુએ પટવારી તરીકેની ફરજો બજાવવાની સાથે સાથે કેટલીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી હતી, જેમાં ગ્રામ્ય સેવક પરીક્ષામાં રાજસ્થાનમાં બીજો રેન્ક હાંસલ કર્યો હતો, પણ ગ્રામ્ય સેવકની નોકરી તેને ના સ્વીકારી, કારણ કે એ જ દરમિયાન રાજસ્થાન આસી જેલ પરીક્ષાનું પરિણામ આવી ગયું અને તેમાં ડેલુએ આખા રાજસ્થાનમાં ટોપ કર્યું હતું, આસી જેલરના રૂપમાં જોઈન્ટ કરે તે પહેલા રાજસ્થાન પોલીસમાં સબ ઇન્સ્પેકટર પદ પર તેની પસંદગી થઇ હતી, વર્ષ 2014માં તેમની પસંદગી RAS એટલે કે રાજસ્થાન પ્રશાસનિક સેવાઓ માટે થઇ હતી ત્યારબાદ તેને રેવન્યુ સર્વિસ જોઈન્ટ કર્યું પણ ત્યાં પણ તે એક રેન્કથી પાછળ રહી ગયા હતા, પણ તેમને હિમ્મતના હારી કારણ કે મહિના પછી UPSC ની પરીક્ષા યોજાવવાની હતી આમ હંમેશા પોતાનો લક્ષ્યને ઉંચો રાખનાર પ્રેમસુખ ડેલુ આજે ગુજરાત કેડરના યુવા IPS અધિકારીઓ પૈકીના એક છે,
આ રીતે સિવિલ સેવા 2015માં એમને 170મી રેન્ક હાંસલ કરી અને સખ્ત મહેનત પછી 2016માં IPS ઓફીસર બન્યા, જેમની પહેલી પોસ્ટીંગ સાબરકાંઠા જીલ્લામાં ASP તરીકે થઇ, એવું જાણવા મળે છે કે ડેલુની છબી ખુબ જ ઈમાનદાર અને કડક ઓફીસર તરીકેની છે, તેની ફરજના શહેરના અખબારોમાં બહાદુરીના કિસ્સાઓ છપાતા રહે છે, પ્રેમસુખ ડેલુનું બાળપણ ખુબ જ ગરીબાઈ સાથે પસાર થયું હોય તેણે પોતાનો પ્રાથમિક ધોરણનો અભ્યાસ પણ સરકારી શાળામાં જ પૂર્ણ કર્યો છે, તેના પિતા ખેડૂત હોવાની સાથે ઉંટ ગાડી ચલાવતા હતા. પ્રેમસુખ કહે છે કે મારા માતા-પિતાએ ભલે અભ્યાસ ના કર્યો હોઈ પણ મને ઉચ્ચસ્થાને પહોચાડવા માટે તેવોએ અને મારા પરિવારે અથાગ મહેનત કરી છે.આમ હવે આવા જાબાજ અને ઉચ્ચ લક્ષ્ય રાખનાર અધિકારી જામનગરની બાગડોર સંભાળશે.આમ સામાન્ય પરિવારમાંથી આવતા અને ખુબ જ સંઘર્ષ સાથે IPS અધિકારીની સફર સુધી પહોચેલા આ અધિકારી આજના યુવાઓ સહીત અનેક માટે પ્રેરણારૂપ પણ છે.